રાજકોટની અઠવાડીક બજારોમાં ચોરીના કિસ્સા અટકાવવા પોલીસની ‘ફુલપ્રુફ’ વ્યવસ્થા

રાજકોટની અઠવાડીક બજારોમાં ચોરીના કિસ્સા અટકાવવા પોલીસની ‘ફુલપ્રુફ’ વ્યવસ્થા
રાજકોટની અઠવાડીક બજારોમાં ચોરીના કિસ્સા અટકાવવા પોલીસની ‘ફુલપ્રુફ’ વ્યવસ્થા

સાદા વેશમાં પોલીસની બાજ નજરનું સફળ પરિણામ, બુધવારી બજારમાંથી 15 શકમંદો ઝડપાયા; શહેરના સીપી સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનથી નાગરિકોને રણજાડતા તત્વો સામે ગોઠવાતી કડક વોચ

રાજકોટમાં અલગ-અલગ વિસ્તારોમાં સપ્તાહમાં બે વખત બજાર ભરાતી હોય છે જેને શહેરીજનો રવિવારી બજાર અને બુધવારી બજાર તરીકે ઓળખતા હોય છે. લોકો ઘર વપરાશની ચીજ વસ્તુઓથી માંડીને વસ્ત્રો, જુના યાંત્રીક ઉપકરણો, સેક્ધડહેન્ડ ટીવી અને ફ્રિઝ સહિતની વસ્તુઓ ખરીદવા માટેઅઠવાડીક હાટ બજારોમાં ઉમટી પડતા હોય છે ત્યારે ગુન્હાખોર તત્વો લોકોની વચ્ચે ધુસી જઇ ખીસ્સા હળવા કરતા હોય છે. આવી ધણી ફરીયાદો મળતી હોવાથી રાજકોટ શહેર પોલીસે સાપ્તાહીક બજારોમાં થતી ચોરીઓ અટકાવવા ખુબ જ સટોચ અને ફુલપ્રુફ આયોજન કર્યુ છે. જેથી કરીને નાગરિકોના ખીસ્સા હળવા થતા બચાવી શકાય.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેંમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર તથા એસીપી એસએલ રાઠોડનાં માર્ગદર્શન અને સુચનાથી રવિવારી બજાર અને બુધવારી બજારમાં ખીસ્સા કાતરૂઓ અને તસ્કરોના આંતકને ડામી દેવા માટે પોલીસ તંત્રને ખાસ ફરજ સોંપવામાં આવી છે. આવી બજારોમાં થતી પર્સની ચોરી, મોબાઇલ અને ચીજ વસ્તુઓની નાની મોટી ચોરીઓ અટકાવવા તથા આમ જનતાની માલ મિલકતની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવા પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મીઓને આ બજારોમાં સાદા વેશમાં ગોઠવાઇને નજર રાખવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આદેશ આપ્યો છે.

આજે બુધવારે ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના હુડકો માર્કેટમાં ભરાતી બુધવારી બજારમાં પોલીસ કર્મીઓએ અલગ-અલગ ટીમો બનાવી હતી અને સાદા વસ્ત્રોમાં સતત વોંચ રાખી હતી. ઝોન-1 વિસ્તારના ભકિતનગર પોલીસ સ્ટેશન, બી-ડિવીઝન પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશન, આજી ડેમ પોલીસ સ્ટેશન, એરપોર્ટ પોલીસ સ્ટેશન તથા સર્વીલન્સ સ્ટોડના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ બુધવારી બજારમાં આટા ફેરા મારતા કુલ 27 શકમંદોની અટક કરી પુછપરછ કરી હતી.

Read About Weather here

પોલીસની યાદી અનુસાર આ પૈકીના 15 શંકાસ્પદ ઇશમોએ બજારમાં પોતાની હાજરી અંગે કોઇ સંતોષ કારક જવાબ રજૂ કર્યો ન હતો અને કોઇ ચોરી કરવાની ફીરાકમાં લાગતા આ 15 શકમંદો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તથા 12ને ભકિતનગર પોલીસ સ્ટેશન લઇ જઇ વિગતવાર પુછપરછ કરી જવા દેવામાં આવ્યા હતા. આ રીતે પોલીસની સાદા વેસમાં ખાસ ડ્રાઇવને કારણે બજારમાં આવતા ખરીદારો અને ખાસ કરીને બહેનોએ રાહતની લાગણી અનુભવી હતી અને પોલીસની કામગીરીને આવકાર આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here