સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની હત્યાની તપાસ માટે સીટની રચના

સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની હત્યાની તપાસ માટે સીટની રચના
સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની હત્યાની તપાસ માટે સીટની રચના

પ્રેમ સંબંધનો ભાંડો ફુટી ગયો હોવાથી ગ્રીષ્માના પરિવારે મારા પરિવારજનોને માર માર્યો હતો, મને ખુબ લાગી આવતા યુવતીની હત્યા કરી નાખી: નરાધમનો એકરાર
સીટ દ્વારા તપાસનો ધમધમાટ એક ડીવાય એસપી, ચાર પીઆઇ અને ચાર પીએસઆઇની સીટની રચના
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીડિયો કોલ કરીને મૃતકના પરિવારજનો સાથે વાત કરી સાંતવના પાઠવી

સુરતમાં પાટીદાર યુવતી ગ્રીષ્મા વેકરીયાની કરપીણ હત્યા પાછળ પ્રેમ સંબંધમાં સર્જાયેલી કડવાસ કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી ફેનીલની કડક અને સઘન પુછપરછ દરમ્યાન પોલીસને સીલસીલાબંધ વિગતો અને કારણો જાણવા મળ્યા હતા. દરમ્યાન હત્યાની ઘટનાની ઉંડી તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. નરાધમ આરોપી ફેનીલને પોલીસ આજે કોર્ટમાં રજૂ કરવા જઇ રહી છે અને રીમાન્ડની માંગણી કરશે.
ગૃહખાતાના આદેશથી એક ડીવાય એસપી, ચાર પીઆઇ અને ચાર પીએસઆઇ સાથેની સીટની રચના કરવામાં આવી છે

Visit Saurashtra Kranti Homepage here

અને વેગપૂર્વક તપાસ આગળ ચલાવવામાં આવી રહી છે. ગઇકાલે તબીબોએ આરોપીને રજા આપી દીધા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસનો મોટો કાફલો જોઇએ આરોપી રડવા લાગ્યો હતો. આજે પુછપરછ દરમ્યાન આરોપી ફેનીલે કબુલાત કરી હતી કે, ગ્રીષ્મા સાથેના પ્રેમ સંબંધનો ભાંડો ફૂટી ગયો હતો. ગ્રીષ્માના મામાએ મોબાઇલમાં ફોટા જોઇ લેતા તેની પાસેથી ફોન લઇ લીધો હતો.

Read About Weather here

દરમ્યાન આરોપીના પરિવારજનોને પાંચથી સાત લોકોએ ખુબ માર માર્યો હતો. એ ઘટનાથી લાગી આવતા આ નરાધમે ગ્રીષ્માની હત્યા કરી નાખ્યાનું પોલીસમાં કબુલ કર્યુ હતું. પુછપરછમાં હવે આ નરાધમ પોપટની જેમ બોલી રહ્યો છે. તેના બયાન પરથી એ સ્પષ્ટ બન્યું છે કે, પ્રેમ સંબંધ તુટી જતા આ કરૂણ ઘટના બની હતી.
દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વીડિયો કોલના માધ્યમથી ગ્રીષ્માના પિતા નંદલાલભાઇ સાથે વાતચીત કરી હતી અને એમને સાંતવન્ના પાઠવી હતી. મુખ્યમંત્રીએ પરિવારને ઝડપથી ન્યાય મળે એવી ખાત્રી પણ આપી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here