સૌથી મોટા બેંક કાંડના આરોપી વિદેશ નાસી જવાની પેરવીમાં?

સૌથી મોટા બેંક કાંડના આરોપી વિદેશ નાસી જવાની પેરવીમાં?
સૌથી મોટા બેંક કાંડના આરોપી વિદેશ નાસી જવાની પેરવીમાં?

દેશભરના તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરતી સીબીઆઇ; 28 હજાર કરોડનું કૌભાંડ આચરીને એબીજી સીપ યાર્ડના તમામ સંચાલકો ભુર્ગભમાં
સીબીઆઇની તપાસ ચાલુ અને ફરિયાદ નોંધાઇ છે પણ મુખ્ય આરોપી હજુ કાયદાની પકડથી દુર
સુરત-હજીરાની સ્થિત એબીજી સીપ યાર્ડ લીમીટેડ કંપનીએ 28 બેંકોને 22 હજાર કરોડમાં નવડાવી નાખી

દેશભરની અગ્રણી 28 બેંકો સાથે રૂ.22 હજાર કરોડથી વધુની છેતરપીંડી આચરીને ભારતના ઇતિહાસનું સૌથી મોટું બેંક કૌભાંડ આચરનારા આરોપીઓ વિદેશ ભાગી જવાની વેતરણમાં હોવાનું માનવામાં આવે છે. અત્યારે સુરત હજીરા સ્થિત કૌભાંડકાર કંપની એબીજી સીપ યાર્ડ લીમીટેડના ત્રણેય મુખ્ય ઠગબાજ સંચાલકો કાયદાની પકડમાં આવ્યા નથી અને ભુર્ગભમાં ઉતરી ગયા છે. ત્રણેય મુખ્ય આરોપી ભાગી ન જાય અને દેશ છોડી ન જાય એ માટે સીબીઆઇએ દેશના તમામ એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યુ છે. તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટીસ પહોંચાડી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સીબીઆઇના તપાસનીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એબીજી સીપ યાર્ડ કંપનીએ એસબીઆઇ સહિત 28 બેંકોને રૂ.22842 કરોડનો ચુનો ચોપડી દીધો છે. આ અંગે કંપનીના પૂર્વ ચેરમેન ઋષી અગ્રવાલ, તથા અન્ય બે ડિરેકટર સન્તનમ મુથ્થુસ્વામી અને અશ્ર્વીની કુમાર સામે કેસ દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઇની અત્યાર સુધીની તપાસમાં ખુલ્યુ છે કે, એબીજી સીપ યાર્ડ કંપની દ્વારા બેંકોના નાણા પચાવી પાડી અલગ-અલગ 98 કંપનીઓના ખાતામાં ઠાલવી દીધા હતા. સીપ યાર્ડ એ એબીજી ગ્રૃપની મુખ્ય કંપની છે જયાં જહાજના નિર્માણ અને રીપેરીંગનું કામ ચાલે છે. બન્ને સીપ યાર્ડ સુરત અને દહેજમાં આવેલા છે.

અગાઉ સૌથી મોટુ કૌભાંડ ભારત છોડીને ભાગી ગયેલા નીરવ મોદી, તેના કાકા મેહુલ ચોકસી અને કીંગ ફિસર એરલાઇન્સના વડા વિજય માલીયાના નામે બોલતુ હતું. આ ત્રણેય આરોપીને ભારતમાં પાછા લાવવા માટે સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. આ ત્રણેય ઠગબાજો ભારતમાં પ્રત્યારોપણ થતું અટકાવવા અલગ-અલગ દેશમાં કાનુનીજંગ લડી રહયા છે.

સીબીઆઇના સુત્રોએ જણાવ્યું હતું કે, બેંકમાંથી લોન પેટે નાણા લઇને વિદેશી સ્થિત કંપનીઓમાં તકદીલ કરવામાં આવ્યા હતા અને એ માટેની મેળવણ એન્ટ્રીઓ કરી નાખવામાં આવી હતી. ગ્રૃપની વિદેશ ખાતેની કંપનીઓમાં બેંકોના નાણા ઠાલવી દેવામાં આવ્યા હતા અને જુદા-જુદા નામે વિદેશમાં મોટા પાયે મીલકતની ખરીદી કરવામાં આવી હતી. આ આખુ કૌભાંડ 2005 થી 2012ની વચ્ચે આચરવામાં આવ્યું હતું.

Read About Weather here

સીબીઆઇના સુત્રો એવું જણાવે છે કે, બેંકો સાથે ઠગાઇના લગભગ 100 જેટલા મોટા કેસ અત્યારે જે તે રાજય સરકારની મંજુરીના વાંકે તપાસની રાહ જોઇ રહયા છે. જે તે રાજય સરકારની મંજુરી મળે એ પછી એ કેસોમાં પણ સીબીઆઇ તપાસ કરશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here