ઢોર પાર્ટીને ઢેર કરતી ગાય…!

ઢોર પાર્ટીને ઢેર કરતી ગાય...!
ઢોર પાર્ટીને ઢેર કરતી ગાય...!
વડોદરાની પ્રતાપનગર ગોયાગેટ સોસાયટીના એક મકાનનો લોખંડનો ગેટ તોડીને ગાય ઢોર પાર્ટીના હાથમાંથી છટકી ગઇ હતી. વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા કોર્પોરેશનના મેયર દ્વારા આપવામાં આવતાં વચનો અને અવારનવાર કરવામાં આવતી જાહેરાતો પર શહેરીજનોનો વિશ્વાસ ડગવા લાગ્યો છે. ઢોર પાર્ટીના એક કર્મચારીને જમીન પર પટક્યો હતો. આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા છે. નોંધનીય બાબત એ છે કે એક માસમાં વડોદરા શહેરના માર્ગોને રખડતી ગાયોથી મુક્ત કરવાની મેયર કેયૂર રોકડિયાએ કરેલી જાહેરાત ધરાર નિષ્ફળ સાબિત થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા રોજ શહેરના માર્ગો પર રખડતી ગાયોને પકડીને ઢોર ડબ્બામાં પૂરવાની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં શહેરમાં માર્ગો પર રખડતી ગાયોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી, એ એક રહસ્ય છે. રસ્તાઓ પર રખડતી ગાયો રોજરોજ જાનમાલને નુકસાન પહોંચાડી રહી છે, પરંતુ કેટલાક બનાવો બહાર આવે છે, જ્યારે કેટલાક બનાવોમાં ભોગ બનેલા લોકો તંત્ર સામે મનમાં રોષ ઠાલવીને સહન કરી રહ્યા છે, એટલે કે તેમણે ગાયોના ત્રાસને સહન કરવાનું નક્કી કરી લીધું છે.

મેયરે શહેરના માર્ગોને ગાયો મુક્ત કરવા માટે કરેલી જાહેરાતને પરિપૂર્ણ કરવા માટે કામગીરી કરી રહેલી ઢોર પાર્ટી બે દિવસ પહેલાં પ્રતાપનગર વિસ્તારમાં રખડતી ગાયો પકડવા માટે ગઇ હતી. ગાય ઢોર પાર્ટીના માણસોને જોઇને ઢોરવાડામાં જવાથી બચવા ગોયાગેટ સોસાયટીમાં ઘૂસી ગઇ હતી. ઢોર પાર્ટીના માણસોએ એનો પીછો કરી ગોયાગેટ સોસાયટીમાં ઘૂસેલી ગાયને પકડી લીધી હતી અને એ છટકી ન જાય એ માટે સોસાયટીના મકાનનો લોખંડનો ગેટ બંધ કરી દીધો હતો.

દરમિયાન કોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસો પકડાયેલી ગાયને દોરડાથી બાંધીને સોસાયટીમાંથી બહાર લાવી રહ્યા હતા, પરંતુ ઢોર ડબ્બામાં જવા ન ઇચ્છતી આ ગાય ઢોર પાર્ટીના એક કર્મચારીને જમીન પર પટકીને દરવાજો તોડીને ભાગી છૂટી હતી. ત્યારે વડોદરા શહેરના લોકોને ક્યારે રસ્તા પર રખડતી ગાયોથી મુક્તિ મળશે એ કહેવું મુશ્કેલ છે. હા, એ વાત ચોક્કસ છે કે શહેરીજનોને માર્ગો પર રખડતી ગાયોથી મુક્તિ અપાવવાની જાહેરાત કરનાર વર્તમાન મેયર પણ પોતાના બાકી રહેલા કાર્યકાળ દરમિયાન શહેરના માર્ગો ગાયોથી મુક્ત કરી શકે એવી કોઇ શક્યતાઓ જણાતી નથી.

Read About Weather here

શહેરના લોકોને વાહન અકસ્માતના ડર કરતાં માર્ગો ઉપર રખડતી ગાયોના હુમલાનો ડર વધારે લાગી રહ્યો છે. લોકોમાં ભારે રોષ છે, પરંતુ, બોલી શકતા નથી. ઢોર પાર્ટીની મહેનત પાણીમાં ગઇ હતી અને ગેટ તૂટી જતાં હજારો રૂપિયાનું નુકસાન થયું હતું.બે દિવસ પહેલાં બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here