200થી વધુ કોંગી કાર્યકરો આજે કેસરીયો ધારણ કરશે…!

200થી વધુ કોંગી કાર્યકરો આજે કેસરીયો ધારણ કરશે...!
200થી વધુ કોંગી કાર્યકરો આજે કેસરીયો ધારણ કરશે...!
માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો પણ ભગવો ધારણ કરશે. મહત્વનું છે કે, મહેસાણા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબારનો પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. મહેસાણા જિલ્લામાં આજે 200થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાશે. જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનો આજે ગાંધીનગર ખાતે ભાજપમાં જોડાનાર છે. આજે સી.આર. પાટીલ અને મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભગવો ધારણ કરશે.મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજુભા દરબાર,બેચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા સહિત કુલ 205થી વધુ લોકો આજે કેસરીયો ધારણ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે પક્ષમાં અવગણના અને અસંતોષના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.રાજુભાએ જણાવ્યું હતું કે, મંદી જ્યારે હતી ત્યારે ચાર વર્ષ કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકે હું રહ્યો હતો. ત્યારબાદ કોઈ ફોન ટેપિંગનો મામલો હતો જેમાં મારો કોઈ રોલ ન હતો તેમ છતાં મેં રાજીનામું આપી દીધું હતું છતાં મને હોદ્દાપરથી દૂર કર્યો હતો આમ તો રાજીનામું મંજૂર કરવું જોઈએ.વધુમાં જણાવ્યું કે, તાલુકા પંચાયતની ચૂંટણી આવી જેમાં બેચરાજી તાલુકા પંચાયત છેલ્લા 20 વર્ષથી હું ચલાવતો હતો. કોંગ્રેસ કાળમાં ઉપરના નેતાઓના દબાણથી અને રાષ્ટ્રીય કક્ષાના નેતાએ મને ડિસ્ટર્બ કરી નાખ્યો હતો.

મારી 3 પેઢી કોંગ્રેસમાં રહી છે. મારા પિતા ધારાસભ્ય હતા તેમજ માતા તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસ માટે આખી જિંદગી અમે ભોગ આપ્યો છે.ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાવવા વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નારાજ નેતાઓની લાઈનો લાગવા લાગી છે. જેમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતના નેતા એવા જયરાજસિંહ પરમારે ભાજપ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા વચ્ચે મહેસાણા જિલ્લાના 200 થી વધુ કોંગ્રેસના આગેવાનો આજે બપોરે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રમુખ પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરવાના છે.

Read About Weather here

જયરાજસિંહે ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજે મહેસાણાથી માં બહુચરના આશિર્વાદથી શરૂઆત થશે. તેમણે શાયરી પણ ટ્વિટ કરી હતી કે, કિસ કો ફિક્ર હૈ કી કબિલે કા ક્યા હોગા, સબ ઈસ બાત પર લડતે હૈ કી સરદાર કા ક્યા હોગા. તેમણે બીજી ટ્વિટમાં એવું કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદસભ્યો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું જ નથી પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે? તેમની આ ટ્વિટથી રાજકીય ગરમી વધવા માંડી છે. મહેસાણાના કોંગ્રેસના સિનિયર આગેવાનોના પક્ષ પલટાને લઈને કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે સૂચક ટ્વિટ કરી રાજકીય ગરમાવો ઉભો કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here