પોલીસ સ્ટેશન માજ ફેરા લેવાની વરરાજાની જીદ

પોલીસ સ્ટેશન માજ ફેરા લેવાની વરરાજાની જીદ
પોલીસ સ્ટેશન માજ ફેરા લેવાની વરરાજાની જીદ
આખરે  ASP નું માન રાખીને અને અન્ય અધિકારીઓ દ્વારા સમજાવાના કારણે રાતે ડીજે બોલાવામાં આવ્યું. ત્યાર બાદ વરરાજાને જાન સહિત વિદાય કરવામાં આવી. મધ્યપ્રદેશના રતલામની હોમગાર્ડ કોલોનીમાં લગ્ન દરમિયાન પોલીસે આવીને ડીજે બંધ કરાવ્યું તો, વરરાજો આખી જાન લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો. દુલ્હનને પણ ત્યાં બોલાવીને ફેરા લેવાની વાત કરવા લાગ્યો.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે આ લોકોને ખૂબ સમજાવ્યા, પણ વરરાજા અને જાનમાં આવેલા લોકો માનવા તૈયાર ન થયાં.પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, હોમગાર્ડ કોલોનીમાં આદિવાસી સમાજથીમાં આવતા સુનીલ કટારાના લગ્ન હતાં.પરંપરા અનુસાર મામેરાના કાર્યક્રમો પુરો થયા બાદ વરઘોડો નિકળવાનો હતો. વરદ્યોડામાં વરરાજા ઘોડી પર બેઠા, ફુલેકામાં ડીજે પણ વાગી રહ્યું હતું. પોલીસે એવું કહીને ડીજે બંધ કરાવી દીધું કે, આજૂબાજૂમાં પોલીસ અધિકારીઓ રહે છે. અહીં મોટા અવાજે ડીજે વગાડવાની મંજૂરી નથી. આ વાતને લઈને વરરાજો પિત્ત્।ો ગયો. જાનૈયાઓનું કહેવું હતું કે, ગરીબોને નિયમ બતાવીને ડીજે બંધ કરાવી દીધું.

Read About Weather here

જયારે બજારમાં અને ગાર્ડનમાં રાતના સમયે બેન્ડવાજા સાથે જાન નિકળે છે, ત્યારે કેમ કાર્યવાહી થતી નથી. આખરે એએસપી ઈંદ્રજીત બાકલવારે હસ્તક્ષેપ કર્યો. ત્યાર બાદ રાતના ૧૧.૩૦ કલાકે ફરી વાર ડીજે બોલાવાની ધીમા અવાજે જાન લઈ જવા કહ્યું.ત્યાર બાદ રાતે ૧૨ વાગ્યે જાન પાછી હોમગાર્ડ કોલોનીમાં પહોંચી.તે જાન અને ઘોડી લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. અહીં ટીઆઈ સહિત બીજા અન્ય અધિકારીઓએ વરરાજાને સમજાવ્યો. પણ તેણે કોઈની વાત માની નહીં. ઘણી વાર સુધી હોબાળો ચાલુ રહ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here