આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. 

2.યુક્રેનની સરકારી વેબસાઈટ્સ અને અગ્રણી બેંકો, ઊર્જા કંપનીઓ તથા હોસ્પિટલ્સને નિશાન બનાવાઈ

યુક્રેનના અનેક ઈન્ફોર્મેશન રિસોર્સિસ પર શક્તિશાળી DDoS એટેક

3.યુદ્ધ ટળવાનો સંકેત: રશિયાએ સરહદે સૈન્ય પાછું ખેંચવાની શરૂઆત કરી

પુતિને અમેરિકા-નાટો સાથે વાટાઘાટો કરવા તૈયારી દર્શાવી

4.રામગઢમાં સ્પીડમાં આવતા ટ્રેલરે 5 વાહનને અડફેટે લીધાં; 4નાં મોત, મહિલા-બાળકી સહિત 5 ઘાયલ

ઝારખંડના રામગઢના પટેલ ચોક પાસે મંગળવારે ભયાનક રોડ દુર્ઘટના ઘટી. ચોકની પાસે સ્પીડમાં આવી રહેલા એક ટ્રેલરની બ્રેક ફેલ થઈ જતા તે બેકાબૂ થઈ હતી. 

5.4 વર્ષથી ગાયબ પત્રકારના અનાથ પુત્રએ હાઈકોર્ટમાં બર્થડે કેક કાપી, PM ઈમરાન પણ વાયદો ભૂલી ગયા

પાકિસ્તાનમાં સરકાર નહીં, પરંતુ સેના અને ગુપ્તચર એજન્સી ISI દેશ ચલાવે છે. 

6.ફેનિલે પોલીસને કહ્યું, ‘પ્રેમસંબંધ અંગે ગ્રીષ્માના પરિવારને ખબર પડતાં મારાં માતા-પિતાને માર્યા એટલે મેં હત્યા કરી’

સમાજમાં બદનામીના ડરે મામલો હત્યા સુધી પહોંચી ગયો, ફેનિલ હેરાન કરતો હોવાની પરિવારે ફરિયાદ કરી હોત તો ગ્રીષ્મા બચી ગઈ હોત

7.યુક્રેનની સ્થિતિને પગલે સોનાના ભાવ વધ્યા, ઘરાકી 40 ટકા ઘટી, સુરતથી દર મહિને કરોડો રૂપિયાની જ્વેલરીની વિદેશમાં નિકાસ

સુરતના જ્વેલરી મેન્યુફેક્ચરર્સના એક્સપોર્ટના ઓર્ડર લેટ થશે

8.’તારું કોઈ સાથે લફરું છે’ કહી ભાઈએ સગી બહેનના ગળે કોયતાના ઘા માર્યા

કામરેજ તાલુકાના ઘલુડી ગામે રહેતા શ્રમજીવી પરિવાર મજૂરી કરી જીવન ગુજરાન ચલાવતું હતું.

9.ટીમાણાની બે છાત્રાએ બનાવી સ્માર્ટ વાઇફાઈ બાઇક

મોબાઈલ એપ્લિકેશનની મદદથી બાઇકને ચાલુ-બંધ તેમજ અલગ અલગ કાર્ય થઈ શકે છે

10.યુક્રેનથી ચાર્ટર પ્લેનમાં પરત આવવા છાત્રોની તૈયારી

ભારતીયોને યુક્રેન છોડવા એડવાઇઝરી જાહેર કરાઈ