કાશ્મીર પ્રશ્ર્ન હલ ન થાય તો ભારત સાથે અણુયુધ્ધની ધમકી

કાશ્મીર પ્રશ્ર્ન હલ ન થાય તો ભારત સાથે અણુયુધ્ધની ધમકી
કાશ્મીર પ્રશ્ર્ન હલ ન થાય તો ભારત સાથે અણુયુધ્ધની ધમકી

ઘર આંગણે લોકપ્રિયતા ગુમાવતા જતા ઇમરાન ખાનની લવારી

ઘરઆંગણે ઝડપથી લોકપ્રિયતા ગુમાવી રહેલા અને ગાદી ગુમાવવાના આરે પહોંચી ગયેલા પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન ફરી લવારી કરવા લાગ્યા છે અને કાશ્મીરનાં પ્રશ્ર્નનો હલ ન આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુધ્ધ ફાટી પડવાનો ભય વ્યક્ત કર્યો છે. ઈમરાને એવો દાવો પણ કર્યો હતો કે, હું અન્ય તમામ લોકો કરતા વધુ સારી રીતે ભારતને જાણું છું.

Visit Saurashtra Kranti Homepage here

ઇમરાન ખાને એવો દાવો પણ કર્યો હતો કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મેં તુરંત જ એમનો સંપર્ક કર્યો હતો અને એમને કહ્યું હતું કે, જો ભારત એક ડગલું આગળ વધશે તો હું બે ડગલા આગળ વધીશ. એમણે આક્ષેપ કર્યો હતો કે, ભારત હવે આરએસએસ ની વિચારધારાનો શિકાર થઇ ગયો છે.

Read About Weather here

પાકિસ્તાનનાં વડાપ્રધાને એવી સુફિયાણી સલાહ પણ આપી હતી કે, ભારત અને પાકિસ્તાને વાટાઘાટોનાં મેજ પર બેસી સારા પાડોશીની જેમ કાશ્મીરનાં પ્રશ્ર્નોનું નિરાકરણ પણ લાવવું જોઈએ. કાશ્મીર બંને માટે ચિંતાનો વિષય છે. એટલે આ મુદ્દા પર બે અણુ સત્તાઓ વચ્ચે સંઘર્ષ પણ થઇ શકે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here