જે પગથિયાં ઉપર લઇ જાય છે, એ જ પગથિયાં નીચે પણ લાવે છે
કોર્પોરેટરની ટીમની ભલામણથી ખાસ બ્રાન્ચે માર માર્યાનો આક્ષેપ
કોર્પોરેટરે કરેલ કળાના પ્રકરણમાં એક નહી, બે નહીં, ત્રણ-ત્રણ લોકો સામેલ: જેમાં એક તો પાટીદાર અગ્રણીએ પણ હાથ અજમાવ્યો હોવાની ચર્ચા
અત્યાર સુધી એક જ નામ ચર્ચામાં હતું પણ ત્યા અચાનક આ યાદીમાં ઉમેરો ! વધુ બે મહાનુભાવો આ યાદીમાં પ્રવેશી ગયા?: ચર્ચા
શહેરમાં હાલ અનેક જમીન પ્રકરણો અને આક્ષેપોની બજારો પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે ન ધાર્યા હોય તેવા નામો પણ સામે આવી રહી છે. શહેરના એક કોર્પોરેટર પાટીદાર અગ્રણી અને ખ્યાતનામ ધરાવતા એક ભાઇ સાથે મળીને મોટો ખેલ પાડી દીધાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ખેલ પાડવામાં શહેરની ખાસ બ્રાન્ચને પણ હવાલો અપાયાની વાત બજારોમાં ફુલની સુંગધની માફક પ્રસરી છે. શેનો ખેલ પડાયો હતો કેટલા રૂપીયાનો વહીવટ કરવામાં આવ્યો હતો કોને કેટલાનો હવાલો અપાયો હતો આ ખેલ પાડવામાં કેટલા લોકો સામેલ હતા તે વાત હજુ સંપુર્ણ પણે બહાર આવી નથી પણ જો બહાર આવશે તો શહેરભર સહિત પ્રદેશમાં અને અનેક સમાજમાં તેની ધારદાર અસર થશે કારણ કે ખેલ જ મોટી રીતે પાર પાડ્યો હોવાની વાત ચર્ચાઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
જો વાત બહાર આવશે તો ખેલપાડનાર ત્રણેય ભાઇઓને લોઢાના ચણા ચાવવા પડે તેવી પરિસ્થતી ઉભી થશે અને નામ પણ ખરાબ થવાનો ભય રહેશે કારણકે નામ બનાવવું અઘરૂ છે જે ખરાબ એક ખરાબ કામથી જ જઇ જાય છે કારણ કે એ હંમેશા લોકોએ ન ભુલવુ જોઇએ કે જે પગથીયા ઉપર ચડાવી છે તે જ પગથિયા નિચે પણ ઉતારી દેતા હોય છે. માટે ખોટા અભિમાનોમાં આવીને આપણો કોઇ વાળ વાંકો નહીં કરી શકે ના વહેમમાં ન રહેવું જોઇએ. કારણ કે ભલભલા વહેમમાં રહ્યા હોય ને પછી હેરાન થયા હોવાના દાખલા પણ બજારમાં ખુલ્લે આમ ચર્ચાતા હોય જ છે.
જો નામ કોર્પોરેટરનું બહાર આવશે તો તેને પક્ષમાંથી કાઢી પણ મુકવામાં આવે કારણકે પ્રદેશમાંથી આદેશ છુટી ગયો છે કે કોઇને ખબર વિના કોર્પોરેટરની કુંડળી કાઢી પ્રદેશમાં મોકલવામાં આવે અને કુંડળી પ્રદેશમાં જતાની સાથે જ કુંડળીમાં રહેલા દોષ અંગે તપાસ કરીને ગ્રહદશા કાઢી જ નાખવામાં આવશે. કોર્પોરેટર મોટા કામમાં એકલો પહોંચી ન વળતા બે મોટા માથાઓને સાથે રાખીને કામ પાર પાડવામાં સમર્થ થયો છે અને પોતાની ગાડી કામ પતાવીને પૂર ઝડપે ચલાવવાનું શરૂ કરી દીધું છે.
Read About Weather here
આટલા મોટા કાંડ કર્યા બાદ પણ પોતે નિદોર્ષ હોવાનો ડહોળ કરી રહ્યા છે. પણ હવે કોર્પોરેટરને આ અંગાલમાં ફસાયા બાદ કોઇ બચાવી શકે તેમ લાગતું નથી. અને કોર્પોરેટરને પોતે નિદોર્ષ નહીં છુટવાનો ડર લાગતા ગાડીને ઓચિતી બ્રેક લાગી ગઇ છે. કારણ કે અનેક લોકો માનતા હોય છે કે, જો સારા કર્મ કરોતો હજારો લોકોમાં તમે તરી જાવ પણ જો હજારો સારા કામ કરીને એક કામ કોઇની લાગણી દુભાઇ એવું કરો તો બધાની નજરોમાંથી ઉતરી જાવ છો. તેથી આપણે કેવા કામ કરવા જોઇએ અને કેવા નહીં તેનું પ્રાથમિક જ્ઞાન રાખવું જ જોઇએ. આગામી દિવસોમાં આ કોર્પોરેટરે કરેલા કામોની યાદી બહાર આવશે કે ભીનું સંકેલાઇ જશે તે જોવાનું રહ્યું કોપોરેટરની સાથે રહેલા બે અગ્રણીના નામ સામે આવશે તો ન થવાનું થાય તો નવાઇ નહીં(4)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here