રામ રાખે તેને કોણ ચાખે…!

રામ રાખે તેને કોણ ચાખે...!
રામ રાખે તેને કોણ ચાખે...!
પલકવારમાં જ પોતાની ખતમ થતી જીવાદોરીની કલ્પનાથી બાઇકની પાછળ બેઠોલો વ્યક્તિ કાંપી ઉઠ્યો હતો. અમરેલી જંગલ વિસ્તારના ધૂળિયે મારગ બાઈક લઈને જઈ રહેલા બાઇક સવાર બે લોકોને ત્યારે પરસેવો છૂટી ગયો જ્યારે અચાનક જ ડાલામથ્થો સાવજ ઘૂરકિયા કરતો કરતો આવી રહ્યો હતો. એક તો સાંકડો રસ્તો અને બાજુમાં જ ઝાડી-ઝાંખરા. શિયાળાની કડકડતી ઠંડીમાં બંને સવારોનું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ગમે તેવા સંકટને હરનાર અને સંકટ મોચક કહેવાતા હનુમાનજી યાદ આવતા થરથરતા અવાજે હનુમાનના જાપ શરૂ કર્યા. આવો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.રસ્તો સાકડો હોવાને કારણે સિંહ પણ થોડીવાર માટે અન્ય રસ્તો બદલી બાઇક ચાલકને જવા દે છે. સાવજ રસ્તાની જમણી બાજુ ફંટાઈ જતાં બાઇક સવાર બંને યુવકોના જીવમાં ફરી જીવ આવ્યો.

Read About Weather here

અને મનોમન હનુમાનજી બાપાનું સ્મરણ કરતા બાઈકને કિક મારી આગળ વધી ગયા. વીડિયો જોતા અને હનુમાન ચાલીસાના જાપ બોલનાર ભાષા પરથી લાગે છે અમરેલી અથવા જૂનાગઢનો વીડિયો છે. જોકે, સત્તાવાર રીતે આ વીડિયો મુદ્દે દિવ્ય ભાસ્કર કોઇ પૃષ્ટી કરતું નથી.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો બાઈક ચાલકની મનોદશા શી હશે તેની કલ્પના માત્ર કરી શક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here