પોલીસના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ…!?

પોલીસના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ...!?
પોલીસના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ...!?
પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવાઈ રહી છે.સૂત્રો અનુસાર જામનગર નજીક અલીયા બાડા ગામમાં રહેતો કિશન ભરતભાઈ મકવાણા નામનો 22 વર્ષીય યુવાને ગઈકાલે સોમવારે બપોરે ગામના નિર્જન વિસ્તારમાં જઈ ઝેરી દવા પી લીધી હતી. જામનગર નજીક અલીયા બાડા ગામમાં રહેતા ૨૨ વર્ષીય એક યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત નો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેના પરિવારજનોએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં યુવક પોતે પોલીસના ત્રાસના કારણે દવા પી રહ્યો છે, તે દર્શાવી ઝેરી દવા પી લેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જેથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.નોંધનીય છે કે યુવાન પોતે ઝેરી દવા પી રહ્યો હતો, તે સમયે તેણે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો અને પોલીસના ત્રાસના કારણે પોતે આ પગલું ભરી રહ્યો હોવાનું વીડિયોમાં જાહેર કર્યું હતું.

Read About Weather here

સ્થાનિક પોલીસ તે દારૂનો ધંધો કરે છે, તેવા આરોપ લગાવી વારંવાર તેના ઘરે આવતી હોવાથી કિશનના પિતા વગેરે તેને ઠપકો આપતાં હોવાના કારણે આ પગલું ભરી રહ્યો હોવાનું યુવકે વીડિયોમાં જણાવ્યું છે. જે સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જે વીડિયો પરિવારજનો દ્વારા વાયરલ કરવામાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here