લાલુ યાદવ દોષી જાહેર

લાલુ યાદવને 5 વર્ષની સજા
લાલુ યાદવને 5 વર્ષની સજા
સજાની જાહેરાત 18 ફેબ્રુઆરી થશે. RJD સુપ્રીમોને દોષિત જાહેર કર્યાની માહિતી બહાર આવતા પટનાથી લઈને રાંચી સુધીમાં સમર્થકો નારાજ થઈ ગયા હતા. 950 કરોડ રૂપિયાના દેશના બહુ ચર્ચિત ચારા કૌભાંડના સૌથી મોટા (ડોરંડા ટ્રેઝરીથી 139.25 કરોડના કૌભાંડ) કેસમાં મંગળવારે આજે ચુકાદો આવી ગયો છે. CBIની સ્પેશિયલ કોર્ટે RJD સુપ્રીમો લાલુ યાદવ સહિત 75 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 24 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.કોર્ટમાં સુનાવણી પહેલાં લાલુના વકીલ પ્રભાત કુમારે કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવની ઉંમર 75 વર્ષ કરતા વધારે છે.

Visit Saurashtra Kranti Homepage here

લાલુ યાદવ હાલ જેલ જવાની સ્થિતિમાં નથી. આ સંજોગોમાં કોર્ટમાંથી રાહત મળવાની અપેક્ષા છે. પહેલાના કેસમાં સંજોગો અલગ હતા, હવે સંજોગો અલગ છે. આ કેસમાં 10 મહિલા આરોપી પણ છે.29 જાન્યુઆરીએ CBIના સ્પેશિયલસ્ટિસ એસ.કે. શશિએ કોર્ટની દલીલ પૂરી થયા પછી 15 ફેબ્રુઆરી સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. દરેક આરોપીઓને કોર્ટમાં ફિઝિકલ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુનાવણીમાં હાજર રહેવા લાલુ 2 દિવસ પહેલાં 13 ફેબ્રુઆરીએ રાંચી પહોંચી ગયા હતા.આ પહેલા ચારા કૌભાંડના ચાર કેસ (દેવઘરમાં એક, દુમકામાં ટ્રેઝરીના બે અલગ-અલગ અને ચાઈબાસા ટ્રેઝરી સંબંધિત બે કેસ)માં લાલુ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેઓ અત્યાર સુધી 6 વાર જેલ ગયા છે. અત્યારે પહેલાના દરેક કેસમાં જામીન મળી છે.

રંડા ટ્રેઝરીથી 139.25 કરડો રૂપિયાની બિનકાયદે રોકડ ઉપાડવાના આ કૌભાંડમાં પશુઓને ખોટી રીતે સ્કૂટર પર લઈ જવાની વાત છે. આ તે સમયનો દેશનો પહેલો કેસ છે જ્યારે બાઈક અને સ્કૂટર પર પશુઓને લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના 1990-92ની વચ્ચેની છે. CBIએ તપાસમાં જોયુ કે, ઓફિસરો અને નેતાઓએ મળીને કૌભાંડની એક અલગ ફોર્મ્યુલા બનાવી હતી. 400 આખલાને હરિયાણા અને દિલ્હીથી સ્કૂટર અને મોટરસાઈકલ પર રાંચી સુધી લાવવામાં આવ્યા હતા. જેથી બિહારમાં સારી નસ્લની ગાય અને ભેંસોનું ઉત્પાદન કરી શકાય. પશુપાલન વિભાગે 1990-92 દરમિયાન 2,35,250 રૂપિયામાં 50 આખલા, 14,04,825 રૂપિયામાં 163 આખલા અને 65 વાછરડા ખરીદ્યા હતા.

આટલું જ નહીં વિભાગે આ દરમિયાન ક્રોસ બ્રિડ વાછરડા અને ભેંસની ખરીદી માટે 84,93,900 રૂપિયા મુર્રા લાઈવ સ્ટોક દિલ્હીના સ્વર્ગસ્થ પ્રોપરાઈટર વિજય મલ્લિકને આપ્યા હતા. આ સિવાય ઘેટા-બકરાની ખરીદી માટે પણ 27 લાખ 84 હજાર રૂપિયા ખર્ચ કર્યા હતા.આ કૌભાંડની કાસ વાત એ છે કે, જે ગાડી નંબરને વિભાગે પશુઓ લાવવા માટે રજિસ્ટર કર્યા હતા તે દરેક સ્કૂટર અને મોપેડ હતા. CBI તપાસમાં જોવા મળ્યું છે કે, લાખો ટન પશુચારો, ભૂસુ, પૂડા, પીળી મકાઈ, બદામના છોતરા વગેરે વસ્તુઓ પણ સ્કૂટર અને મોટર સાઈકલ પર લાવવામાં આવ્યું હતું.

Read About Weather here

દેશના દરેક રાજ્યોના અંદાજે 150 DTO અને RTOથી ગાડી નંબરની તપાસ કરાવવામાં આવી હતી.CBIના મત પ્રમાણે આ કૌભાંડમા લાખો ટન ભૂસું, પૂળા, પીળી મકાઈ, બદામના છોતરા વગેરે પણ સ્કૂટર-બાઈક ઉપર લાવવામાં આવ્યા હતા. પરંતુ રસપ્રદ વાત એ છે કે, હરિયાણાથી સારી નસ્લના આખલા, વાછરડા અને હાઈબ્રીડ ભેંસ પણ સ્કૂટરથી ઝારખંડ લાવવામાં આવ્યા હતા. 99 આરોપીઓમાં 33 આરોપી પશુપાલન વિભાગના તે સમયના અધિકારી અને કર્મચારી છે. જ્યારે 6 આરોપી તે સમયના ટ્રેઝરીના પદાધિકારી છે. જ્યારે આ કેસમાં 6 અધિકારી એવા છે જેમને હજી સુધી CBI શોધી નથી શકી.જેથી રાંચીમાં પણ નસ્લી ગાય અને ભેંસ પેદા કરી શકાય.આ કેસમાં 575 સાક્ષીઓનું નિવેદન નોંધવા માટે CBIને 15 વર્ષ લાગ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here