ગુજરાતના બે ભાઈઓએ આંખે પાટા બાંધી વિમાન ચલાવ્યું

ગુજરાતના બે ભાઈઓએ આંખે પાટા બાંધી વિમાન ચલાવ્યું
ગુજરાતના બે ભાઈઓએ આંખે પાટા બાંધી વિમાન ચલાવ્યું
ગુજરાતના આ બે ભાઇઓએ અમેરિકાના મીયામીમાં આંખે પાટા બાંધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખીયાણા ગામના બે ભાઇઓએ એવિએશન ક્ષેત્રે મહત્ત્વનો પ્રયોગ કરી બતાવ્યો છે. જ્યારે ‘પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ’ નામના આ ક્રાંતિકારી પ્રયોગની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ગત 6 ફેબ્રુઆરીએ અનેક દિગ્ગજ્જોને સાથે રાખી અમેરિકાના મીયામી સીટી ઉપર એક કલાક સુધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

એમની આ શોધની એન્ટ્રી ગિનેસ બુક ઓફ રેકોર્ડઝમાં પણ મોકલવામાં આવી છે.અખિયાણા ગામે રહેતા રસિકભાઇ પંચાલનો મોટો દિકરો પાર્થ પંચાલ અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સીટી ખાતે કેપ્ટન છે. જ્યારે એમનો નાનો દિકરો પાર્થ પંચાલ પણ પાયલોટ છે. આ બંને ભાઇઓએ શબ્દવેધી બાણ ચલાવી શકવામાં સમર્થ એવા ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની નાનપણમાં સાંભળેલી કહાનીમાંથી પ્રેરણા લઇ અમેરિકામાં આંખે પાટા બાંધી વિમ‍‍ાન ચલાવવાના પ્રોજેક્ટને તાજેતરમાં 6 ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. મોટા ભાઇ પાર્થ પંચાલે આંખે પાટા બાંધી વિમાન પાકીંગમાંથી લઇ રન-વે ઉપરથી ટેક-ઓફ કરી એક કલાક સુધી વિમાન ચલાવ્યું હતું.

Read About Weather here

એમની સાથે આ ફ્લાઇટમાં 25000 કલાક ફ્લાઇટ ઉડાડવાનો અનુભવ ધરાવતા 70 વર્ષના અમેરિકન પાયલોટ જોસે, અમેરિકન એવિએશન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ભારતીય વાયુદળના રિટાયર્ડ કમાન્ડર સહિતના ચાર દિગ્ગજ અધિકારીઓ હતા. તેમની આ ફ્લાઇટનું ચારેબાજુ મુકવામાં આવેલા કેમેરા દ્વારા નિરિક્ષણ રાખવામાં આવી રહ્યું હતું.અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના મિયામી સીટી ખાતે 6 ફેબ્રુઆરીએ કેપ્ટન પાર્થ પંચાલે આંખે બે પાટા બાંધવાની સાથે એની ઉપર મીઠું ભરેલી થેલી બાંધી એના નાના ભાઇને સેફ્ટી પાયલોટ તરીકે સાથે બેસાડી સતત એક કલાક સુધી મિયામી સીટી પર સફળતાપૂર્વક વિમાન ઉડાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here