રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ ગરમાવાયો

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ ગરમાવાયો
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો માહોલ ગરમાવાયો
એક વાલી અજય પંડ્યાએ જણાવ્યું કે, મારી પુત્રી અદિતિ પંડ્યા યુક્રેનમાં એમબીબીએસ કરે છે.યુક્રેનના મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને દેશ છોડવાનું કહી દેતા એરલાઇન્સે રૂ. 35થી 39 હજારનું ભાડું રૂ. 1 લાખ કરી દીધું છે. ગુજરાતમાંથી એમબીબીએસ કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રશિયા, યુક્રેન જતા હોય છે. બંને દેશ વચ્ચેની તંગદિલીમાં રાજ્યના 600 વિદ્યાર્થી ફસાયા હોવાનું વાલીઓનું કહેવું છે. આ વિદ્યાર્થીઓ પરત આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ એરલાઇન્સે પરત લઈ જવા માટેના ભાડાં બમણા કરી દીધાં છે.  અમે રાજ્ય સરકારને રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિ જોઈને છેલ્લા 2 મહિનાથી સરકાર કાર્યરત છે. ગુજરાતના વિદ્યાર્થીઓને હેમખેમ પરત લવાશે. રાજ્ય સરકાર આ બાબતે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને યોગ્ય પગલાં ભરશે, વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી. યુક્રેનમાં એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ સોમવારે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી.

હાલ તો યુક્રેનમાં સામાન્ય સ્થિતિ છે, પરંતુ લોકોને લાગી રહ્યું છે કે યુદ્ધ થશે, પરંતુ હાલમાં સરકાર તરફથી કોઈ માહિતી આપવામાં આવી રહી નથી. યુક્રેનની સાડા ચાર કરોડની વસતીમાં સાડા ત્રણ હજાર ગુજરાતી વિદ્યાર્થી છે, જેમાંના મોટા ભાગના મેડિકલના વિદ્યાર્થીઓ છે. હાલમાં યુદ્ધના ભય વચ્ચે સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ ચાલી રહી છે. યુનિ.એ વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન આપવા જણાવી રહ્યા છે.

જો યુદ્ધ થાય તો અમારા જેવા જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સૌથી મોટી મુશ્કેલી ઊભી થશે.અહીંના 70 ટકા લોકો માને છે કે, યુક્રેને યુરોપિયન યુનિયન સાથે જોડાવવું જોઇએ. યુક્રેનમાં ચાર મોટાં શહેરો છે, બાકીનો વિસ્તાર ગ્રામીણ જેવો છે. (અનિરુદ્ધસિંહ પરમાર સાથે થયેલી વાતચીતને આધારે)યશ ઓવર્સિસના ત્રિવિક્રમ લાહોટીએ જણાવ્યું કે, ભારતમાંથી અંદાજે 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં છે, જેમાંથી 3 હજારથી વધુ ગુજરાતી છે.

Read About Weather here

ભારતમાં વધુ ખર્ચ અને મેડિકલમાં સીટ ન મળતા વિદ્યાર્થીઓ યુક્રેન અને રશિયામાં મેડિકલના અભ્યાસ માટે જાય છે. દર વર્ષે ગુજરાતમાંથી 200 જેટલા વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જાય છે.યુક્રેનમાં મોટાભાગની વસ્તુઓ ભારતની તમને મળશે. યુક્રેનમાં ભારતીયોની મોટી મોટી રેસ્ટોરાં છે. જ્યાં તમને તદ્દન ભારત જેવું જ જમવાનું મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here