વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવાનું ભારતમાં પણ કાયદેસર બનાવાશે: નીતિન ગડકરી

વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવાનું ભારતમાં પણ કાયદેસર બનાવાશે: નીતિન ગડકરી
વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવાનું ભારતમાં પણ કાયદેસર બનાવાશે: નીતિન ગડકરી

હેન્ડસ્ફ્રી ડીવાઈઝ સાથે જોડાયેલ ફોન હોય તો જ ડ્રાઈવિંગ કરતા સમયે વાતચીતની છૂટ અપાશે: લોકસભામાં પરિવહન અને હાઈ-વે મંત્રીની જાહેરાત

કેન્દ્રનાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, વાહન ચલાવતા સમયે ફોનમાં વાતચીતની પ્રક્રિયાને ભારતમાં પણ ટૂંક સમયમાં કાયદેસર બનાવવામાં આવશે. અલબત કેટલાક નીતિનિયમો સાથે આ છૂટછાટ અપાશે એવું ગડકરીએ લોકસભામાં જાહેર કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ગડકરીએ જણાવ્યા મુજબ વાહન ચાલકનો ફોન હેન્ડસ્ફી સાથે જોડાયેલો હોય તો જ ચાલુ વાહને વાતચીત કરવાની છૂટ અપાશે. એટલું જ નહીં વાતચીત વખતે ફોન કારમાં નહીં પણ ખિસ્સામાં રાખવો પડશે. જો ટ્રાફિક પોલીસ તમને અટકાવે અને દંડની પાવતી પકડાવે તો તમે કોર્ટમાં જઈ શકશો.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા મુજબ જો કાર ચાલક હેન્ડસ્ફ્રી સાથે જોડીને ફોનમાં વાત કરતો હોય તો એ કાર્ય કાનૂની રીતે દંડનિય નહીં ગણાય. ટ્રાફિક પોલીસ કોઈ દંડ કરી નહીં શકે.

Read About Weather here

આપણા દેશમાં સામાન્ય રીતે એવું બની રહ્યું છે કે, અત્યારે મંત્રીએ કહ્યા મુજબની કોઈ કાનૂની મંજૂરી ન હોવા છતાં વાહન ચાલકો બેફામ રીતે ચાલુ વાહને વાત કરતા દેખાય છે. કાર ચલાવતા હોય કે ટુ વ્હીલર ચલાવતા હોય અનેક લોકો ડ્રાઈવિંગ કરતી વખતે કાન પાસે મોબાઈલ અડાળીને વાતો કરતા હોય છે. નિષ્ણાંતોએ એવી બીક છે કે જો આવો કાયદો આવી જશે તો વાહન ચાલકો વધુ બેફામ બની જશે અને ટ્રાફિક પોલીસ કઈ કરી નહીં શકે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here