રાજકોટ એઈમ્સને મોડેલ એઈમ્સ બનાવીશું: મંત્રી માંડવીયા

રાજકોટ એઈમ્સને મોડેલ એઈમ્સ બનાવીશું: મંત્રી માંડવીયા
રાજકોટ એઈમ્સને મોડેલ એઈમ્સ બનાવીશું: મંત્રી માંડવીયા

ઓકટોબર-2023 સુધીમાં એઈમ્સ કાર્યરત બનશે: એઈમ્સ સુધી પહોંચવા ટ્રાન્સ્પોર્ટેશન સેવા શરૂ કરાશે
એઇમ્સ પાસે તળાવ પર લેઈક વ્યુ પોઈન્ટ બનાવાશે, સિટી બસ સેવા જલ્દીથી શરૂ કરવામાં આવશે

ગુજરાતની પ્રથમ રાજકોટ ખાતેની નિર્માણાધીન એઇમ્સ હોસ્પિટલની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રવિવારે સ્થળ મુલાકાત કરી અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક કરી હતી, અને ગુજરાતની રાજકોટ એઇમ્સને અદ્યતન સાધન, સુવિધા અને સારવાર થકી મોડેલ એઇમ્સ બનાવવાની નેમ ઉચ્ચારી હતી. મંત્રી માંડવીયાએ રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં સેવા આપતા તજજ્ઞ પ્રોફેસર્સ ડોક્ટર્સની ટીમનો લાભ એકેડેમિક, ઓ.પી.ડી. ઉપરાંત જિલ્લાના 216 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ તેમજ શહેરના આરોગ્ય કેન્દ્રોમાં આવતા દર્દીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે ટેલિમેડીસીન સુવિધાનો ઉમેરો કરવા સૂચન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને લેપટોપના માધ્યમથી સીધા જ એઈમ્સના ડોક્ટર્સ સાથે ક્ધસલ્ટ કરાવી શકાય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આમ ગ્રામીણ અને શહેરી જરૂરિયાતમંદ દર્દીઓને વિશેષ માર્ગદર્શન મળી રહેશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. બિલ્ડીંગની વ્યવસ્થાની જાણકારી અંગે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ કેમ્પસમાં હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, ડોક્ટર્સ બિલ્ડીંગ, કિચન સહિતના વિભાગની બાંધકામની કામગીરી નિહાળી હતી.

સાઈટ વિઝીટ બાદ મંત્રીએ રાજકોટ એઇમ્સ અધિકારીઓ, બિલ્ડીંગ નિર્માણ એજન્સી તેમજ દિલ્હી સ્થિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. એઇમ્સનું ક્ધસ્ટ્રક્શન નિયત સમયમાં એસ.ઓ.પી. સાથે પૂર્ણ થાય, મેડિકલ સાધનો જલ્દીથી ઉપલબ્ધ બને તેમજ જરૂરી મેડિકલ સ્ટાફની ભરતી થાય તે માટે મંત્રી માંડવિયાએ માર્ગદર્શન પૃરુ પાડ્યું હતું. એઇમ્સ પાસે આવેલ તળાવનું બ્યુટીફીકેશન કરી લેઈક વ્યુ પોઇન્ટ બનાવી દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને લાભ મળે તે માટે નિર્માણ કરવામાં આવશે, તેમ પણ મંત્રી માંડવિયાએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 200 એકરમાં ફેલાયેલ એઇમ્સ હોસ્પિટલમાં એકેડેમિક, 750 બેડની હોસ્પિટલ્સ અને યુજી, પીજી અને નર્સિંગ હોસ્ટેલ્સની સુવિધા સાથે ઓક્ટોબર-2023 સુધીમાં કામગીરી સંપન્ન થઈ પૂર્ણ કક્ષાએ શરૂ થાય તે માટે મંત્રીએ આશાવાદ દર્શાવ્યો હતો.એઇમ્સ સુધી પહોંચવા સિટી બસ સેવા જલ્દીથી શરુ કરવામાં આવશે. જયારે રાજકોટ રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન દસ કિલોમીટરના એરિયામાં જ આવતા હોઈ દર્દીઓને એઇમ્સ હોસ્પિટલ સુધી પહોંચવામાં આસાની રહેશે.
એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી એઈમ્સની કામગીરી અંગે મંત્રીને માહિતગાર કર્યા હતાં.

જયારે એઇમ્સ ડાયરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચએ આનુસંગિક વ્યવસ્થા અંગે જરૂરી માહિતી પુરી પાડી હતી. દિલ્હીથી પી.એમ.એસ.એસ.વાય.ના જોઈન્ટ સેક્રેટરી નિરામ્બુજ શરન તેમજ ઓ.એસ.ડી.નંદીશ આર.પી.વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગમાં જોડાયા હતાં. મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ એઇમ્સની સાઇટ વિઝીટ કરી તેના પટાંગણમાં વૃક્ષા રોપણ પણ કર્યું હતુ.

Read About Weather here

એઇમ્સ ખાતે મંત્રી માંડવિયા સાથે વાહન વ્યવહાર અને પ્રવાસન રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી, મેયર ડો.પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્યો સર્વે ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અગ્રણીઓ સર્વે કમલેશભાઈ મીરાણી, ડો. ભરતભાઈ બોઘરા, ડો. જીતેન્દ્ર અમલાણી, રાજુભાઈ ધ્રુવ, કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુ. કમિશનર અમિત અરોરા, પ્રાંત અધિકારી દેસાઈ તેમજ એઇમ્સ બોડીના ડોક્ટર્સ અને અને ક્ધસ્ટ્રક્શન એજન્સીના અધિકારીઓ જોડાયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here