સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવતી સુરતની ઘટના

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવતી સુરતની ઘટના
સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવતી સુરતની ઘટના

એક તરફી આશીકનાં હાથે એક માસુમ યુવતીએ પ્રાણ ગુમાવતા અરેરાટી: સરાહ જાહેર નિર્દોષ યુવતીને ગળા પર છરો ફેરવી હત્યા કરનાર આરોપી પર રાજ્યભરમાંથી જબરો ફિટકાર: આકરામાં આકરી સજા કરવા ચારેતરફથી પોકાર
પરિવારને ન્યાય અપાવવાની હર્ષ સંઘવીની ખાતરી, આરોપીને દવાખાનામાંથી રજા અપાય તે તુરંત જ ધરપકડ કરાશે, નક્કર તપાસ થશે: રેન્જ આઈજીની ખાતરી

સુરતનાં પસોદરા વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા અને માનવીમાંથી પશુ થઇ ગયેલા એક માથા ફરેલા નરાધમ યુવાને જાહેર માર્ગ પર સેંકડો લોકોની દેખતા એક નિર્દોષ યુવતીને છરાથી ગળું કાપી યુવતીની ક્રુરતા પૂર્વક હત્યા કરી નાખવાની ઘટનાને પગલે ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને અરેરાટી પ્રસરી છે. આરોપી કડકમાં કડક દાખલારૂપ સજા કરવા રાજ્યનાં ખૂણે-ખૂણેથી જોરદાર લોકમાંગણી ઉઠી રહી છે. આ ઘટનાએ સમગ્ર સમાજનાં ચેતાતંત્રને હચમચાવી નાખ્યું છે અને આજની યુવા પેઢીમાં ઝડપથી પ્રસરતા જતા દુષણને લઈને સમાજશાસ્ત્રીઓએ લાલબતી ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સુરતનાં પસોદરા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે જઈ રહેલી એક યુવતીને અચાનક માર્ગમાં જ રોકી તેને એકતરફી પ્રેમ કરતા નરાધમ યુવાને યુવતીને ગળા પર છરી રાખી પોતાના પ્રેમનો સ્વીકાર કરવા ધાક-ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. તેનો પરિવાર પણ સ્તબધ્ધ બનીને ઉભો રહી ગયો હતો અને દીકરીને છોડી દેવા યુવતીની માતા અને ભાઈએ ખૂબ જ કાલાવાલા કર્યા હતા. પરંતુ એ નરાધમ શખ્સનાં કાન પર કોઈ વિનવણીની અસર થઇ ન હતી અને ભાન ભૂલેલા એ નરાધમ યુવાને માસુમ યુવતીનું ગળું કાપી નાખ્યું હતું.

બચવા માટે બરાડા પાડતી યુવતી લોહી લુહાણ થઈને જમીન પર પડી ગઈ હતી. માં અને સગા ભાઈની નજરો સામે આ નરાધમે એક નિર્દોષ યુવતીનો જાન લઇ લીધો હતો. આ ઘટનાનાં વિડીયોને જોઇને રાજ્યભરનાં સભ્ય પરિવારોમાં જબરો રોષ અને ઉહાપોહ જાગી ઉઠ્યો છે. ક્રુરતાની હદ તો ત્યાં થાય છે કે, એક રીઢા ગુનેગાર પણ ન કરે એવી રીતે માસુમ યુવતીની હત્યા કરીને આ નરાધમ શખ્સે તળફળિયા મારતી યુવતીની પાસે ઉભા કરીને આરામથી ફાકી ચોળીને ખાધી હતી. આ વિડીયો રાજ્યનાં લાખો લોકોએ જોયો છે અને સ્તબધ્ધ થઇ ગયા છે.

સાઈકો પ્રકારનાં હત્યારાએ યુવતીને ક્રુરતા પૂર્વક મારી નાખ્યા બાદ પોતાના હાથની ઘોરી નસ કાપી નાખવાના પણ પ્રયાસ કર્યા હતા. સ્થળ પર ધસી આવેલા પોલીસ કાફલા એ તાત્કાલિક હત્યારાને પકડી લઇ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હત્યા બાદ યુવતીનાં ભાઈ અને માં ની રાડારાડ સાંભળીને સેંકડો લોકો સ્થળ પર ભેગા થઇ ગયા હતા.આ ઘટનાથી ચોંકી ઉઠેલા ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મારનાર યુવતીનાં પરિવારજનોને મળવા દોડી ગયા હતા અને યુવતીનાં પરિવારને મળી એમને શાંત્વના પાઠવી હતી. પરિવારને જેમ બને તેમ જલ્દી ન્યાય મળે એ માટે ગૃહમંત્રીએ આશ્ર્વાસન આપ્યું હતું. તેમણે આ ઘટનાને તાત્કાલિક ઊંડી તપાસ કરી કડક કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યો હતો.

ગૃહમંત્રીએ ગુજરાતમાં ક્યાંય પણ કોઈપણ ખૂણે કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી હોય તો બહેન-દીકરીઓને તાત્કાલિક બહાર આવી કોઈ બીક વિના પોલીસતંત્રને જાણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ નાગરિકોને વિનંતી કરી હતી કે આવા અપરાધીઓથી ડર્યા વિના એમને પોલીસનાં હાથમાં સોંપી દેવા હું તમામ નાગરિકોને આગ્રહ ભરી વિનંતી કરું છું.દરમ્યાન રેન્જ આઈજી એ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, આ ઘટના તાત્કાલિક ઊંડી અને સચોટ તપાસ કરવામાં આવશે. આરોપીને હોસ્પિટલમાંથી રજા અપાય તે તુરંત જ તેની ધરપકડ કરી લેવામાં આવશે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ રાજ્યભરમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાવી દીધી છે. ગુજરાતમાં દીકરીઓ પર આવા અત્યાચારો ક્યાં સુધી ચાલતા રહેશે એવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે. આરોપીને પકડીને તેને કડકમાં કડક સજા કરાવવામાં આવે એવા પોકારો રાજ્યભરમાંથી ઉઠી રહ્યા છે.લોકોમાં ભારે રોષસુરતમાં રોજ એક હત્યાની ઘટના થવાનો સિલસિલો લાંબા સમયથી અવિરત ચાલી રહ્યો છે અને હવે તો આ પ્રકારનાં અક્ષમ્ય અપરાધોમાં ઉછાળો આવી રહ્યો હોય તેમ રોજનાં એક નહીં પણ બબ્બે મર્ડર થઇ રહ્યા છે. જેના કારણે આ વેપારી મહાનગર હવે બહુ ઝડપથી મર્ડર કેપિટલ બની રહ્યું છે!

Read About Weather here

ગઈકાલે એક યુવતીની હત્યા થયા બાદ રાંદેરનાં જિલ્લાની બ્રિજ પાસે એક પત્રકારની બેરહેમીથી હત્યા કરવામાં આવી હતી. કારમાં ધસી આવેલા ત્રણ હત્યારાઓએ ચપ્પુનાં 18 થી 20 ઘા મારી પત્રકારને મારી નાખ્યાની ઘટના બની હતી. એકલા રાંદેર વિસ્તારમાં એક સપ્તાહમાં 3-3 હત્યાઓ થઇ છે. એ જોતા એમ કહી શકાય કે સુરતમાં અપરાધીઓને પોલીસની કોઈ બીક રહી નથી અને બેખોફ અને બેકાબુ બની ગયા છે. અત્યારે ગૃહ ખાતું સંભાળનાર હર્ષ સંઘવી સુરતનાં જ છે. ત્યારે સુરતને સુરક્ષિત કરવા માટે તેઓ પોલીસદળની કામગીરીને કડક, નક્કર અને વધુ સક્ષમ બનાવે તેવી સુરતમાં ઠેરઠેરથી માંગણી થઇ રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here