કોર્પોરેટરની ગાડી ચાલી પમ… પમ… પમ

કોર્પોરેટરની ગાડી ચાલી પમ… પમ… પમ
કોર્પોરેટરની ગાડી ચાલી પમ… પમ… પમ

કામ કરવામાં મહાન કોર્પોરેટર પહોંચી ન શકતા પાટીદાર અગ્રણીને પણ સાથે રાખી ખેલ પાડયો!?
જેને પાઘડી માનીને અમે બેઠા હતા તેજ પગલુછણીયા નીકળ્યા: ભારે ચર્ચા
ભાઇઓએ સાથે મળીને મિશન પાર પાડયુ? ચારે બાજુથી સહકાર મળતા કામ થઇ ગયું? લોકોમાં અનેક ચર્ચાઓ

છેલ્લા થોડા સમયથી શહેરમાં આક્ષેપો-પ્રતીઆક્ષેપોની મૌસમ પૂરજોશમાં ચાલી રહી છે. કથીત કમિશનર તોડ કાંડમાં અવનવા નામો પણ સામે આવી રહયા છે. ભોગ બનનારાઓ ધીમે ધીમે પૂરાવા સાથે મેદાનમાં આવીને પોતાની રજૂઆતો કરી ન્યાય મેળવવા ઝંખી રહયા છે. ત્યારે આવા એક પ્રકરણમાં એક નેતાના નજીક ગણના અને નેતાના ખાસ ગણાતા કોર્પોરેટરે પણ હાથ અજમાયાનું ચર્ચાઇ રહયું હતું. પણ આ બાબતે પણ નવો વળાંક લીધો હોય તેમ કોર્પોરેટરના સાથીદારોના નામ પણ ચર્ચાતા થયા છે. આ મહાન કોર્પોરેટર અવાર-નવાર ખાસ બ્રાન્ચે આંટા ફેરા અને શહેરના વિવિધ સ્ટેશનો પણ ચક્કરો લગાવી ખાસ બ્રાન્ચને સાથે રાખીને મોટુ કામ પતાવી લીધાની ચર્ચા થઇ રહી છે. ત્યારે આ કામમાં તેની સાથે એક પાટીદાર અગ્રણી પણ સાથે સામેલ હોવાની વાત ચર્ચાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

કોર્પોરેટર મોટા કામમાં એકલો પહોંચી ન વળતા બે મોટા માથાઓને સાથે રાખીને કામ પાર પાડવામાં સમર્થ થયો છે અને પોતાની ગાડી કામ પતાવીને પૂર ઝડપે ચલાવવાનું શરૂ કરી દીધુ છે. આટલા મોટા કાંડ કર્યા બાદ પણ પોતે નિદોર્ષ હોવાનો ડહોળ કરી રહયા છે. પણ હવે કોર્પોરેટરને આ અંગાલમાં ફસાયા બાદ કોઇ બચાવી શકે તેમ લાગતું નથી. કારણ કે અનેક લોકો માનતા હોય છે કે, જો સારા કર્મ કરોતો હજારો લોકોમાં તમે તરી જાવ પણ જો હજારો સારા કામ કરીને એક કામ કોઇની લાગણી દુભાઇ એવું કરો તો બધાની નજરોમાંથી ઉતરી જાવ છો. તેથી આપણે કેવા કામ કરવા જોઇએ અને કેવા નહીં તેનું પ્રાથમિક જ્ઞાન રાખવું જ જોઇએ.

બાકી કોઇ કહે કે, આ કામ મારા દ્વારા થયેલ નથી અને મને ખબર પણ નથી તો તે વાતમાં માલ જ નથી કારણ કે જો છાંટા ઉડયા હોય એટલો મતલબ તમારી હાજરીમાં જ બધુ થયુ છે.! કોર્પોરેટરે એ ભૂલવું ન જોઇએ કે અત્યારે બચાવ પક્ષ રાખવાની નોબત આવી ગઇ છે. એના કરતા જો સમયે જ જ્ઞાન આવી ગયું હોત તો આમાંથી પસાર થવુ ન પડે. અનેક લોકોમાં પ્રશ્ર્નો સર્જાયો છે કે, કોર્પોરેટરની એવી શું મજબુરી હશે કે તેને આવા કામ કરવાની નોબત આવી ગઇ. પણ થોડા દિવસે તારા દેખાઇ જાય તો પણ નવાઇ નહીં.

Read About Weather here

કારણ કે, મોટા કામ ઉતારનાર કોર્પોરેટરેએ ન ભુલવું જોઇએ કે સમય કયારેય છોડતો નથી. આગામી દિવસોમાં આ બનાવની આગમાં સામેલ તમામ લોકોને દઝાવશે જ અને ભલે કોર્પોરેટર મોટા ગજાના નેતા નજીકના ગણાતા હોય પણ આ આગ મુકશે. નેતા નજીકના ગણાતા હોય આ આગ મુકશે નહીં અને નિંદર હરામ કરી નાખશે જ કારણ કે કોર્પોરેટરને તેના કર્મનું પણ સમય આવ્યે પુરાવા સાથે મળશે તે નિશ્ર્ચિત છે. તેવું લોકોમાં ચર્ચાઇ રહયું છે.(4.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here