ઈરાનથી સફરજનની આયાત શરૂ થતા ભારતીય ઉત્પાદકો ભૂખ ભેગા!

ઈરાનથી સફરજનની આયાત શરૂ થતા ભારતીય ઉત્પાદકો ભૂખ ભેગા!
ઈરાનથી સફરજનની આયાત શરૂ થતા ભારતીય ઉત્પાદકો ભૂખ ભેગા!

ઘરનાં છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો…!!
દેશમાં સ્થાનિક ઉત્પાદકોનાં સફરજનનાં 3 કરોડ બોક્સ કોલ્ડ સ્ટોરેજમાં સડે છે..!!
ઈરાની સફરજન સાવ સસ્તા હોવાથી ભારતીય સફરજનનું કોઈ લેવલ નથી

દેશના સફરજન ઉત્પાદકો અને ખાસ કરીને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ જેવા રાજ્યોનાં સફરજન ઉત્પાદકોને વિપુલ ઉત્પાદન થયું હોવા છતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેમકે ઈરાનથી ઠલવાઈ રહેલા સસ્તા સફરજનથી બજારો છલકાઈ ગઈ હોવાથી ભારતીય ઉત્પાદકોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. બજારોમાં સસ્તા ઈરાની સફરજન વેચાઈ રહ્યા હોવાથી અને ભાવ પણ ખૂબ ઓછો હોવાથી સ્થાનિક ઉત્પાદકોને જંગી આર્થિક નુકશાન સહન કરવું પડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઈરાનથી સફરજનની આયાત પર કોઈ જકાત લાગતી નથી. પરિણામે સસ્તા ભાવે ભારતની બજારોમાં વેચાઈ છે. તેના પરિણામે ભારતીય ઉત્પાદકોનાં ત્રણ કરોડ જેટલા સફરજન બોક્સ કોલ્ડ સ્ટોરેજમાં સડી રહ્યા છે. આવી એક પેટીમાં 16 કિલો સફરજન હોય છે. સામાન્ય સિઝનમાં એક પેટી રૂ.1200 થી 1400 નાં ભાવે વેચાતી હોય છે પણ હવે ભાવમાં 30 ટકા જેવો જંગી ઘટાડો થઇ ગયો છે.એકતરફ ઈરાનથી જહાજ મારફત સફરજન આવે છે અને બીજીતરફ અફઘાનિસ્તાનથી સફરજનનો જથ્થો અટારી-વાઘા સરહદ પર થઇને દેશમાં લાવવામાં આવી રહ્યો છે. પરિણામે સ્થાનિક ઉત્પાદકો જંગી ખોટનાં ખાડામાં ઉતરી ગયા છે.

એશિયાની સૌથી મોટી જથ્થાબંધ ફ્રુટ માર્કેટ દિલ્હીની આઝાદપુર મંડીમાં કાશ્મીર અને હિમાચલનાં વેપારીઓની આંખમાંથી અશ્રુ ઉભરાઈ રહ્યા છે. કાશ્મીર એપલ મર્ચન્ટ એસો.નાં મહામંત્રી વિજયકુમાર તાલરા કહે છે કે, ઈરાનથી આવતા સફરજનની 10 કિલોની પેટીનો ભાવ માત્ર રૂ.600 થી 800 જેટલો હોય છે. આવી જ ગુણવત્તાનાં કાશ્મીર અને હિમાચલનાં સફરજનની એક પેટીનો ભાવ રૂ.900 થું 1100 જેટલો હોય છે. પરિણામે ભારતીય સફરજનની માર્કેટ ભાંગીને ભુક્કો થઇ ગઈ છે. અહીંનાં સફરજન મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતની બજારોમાં જતા હતા અને હવે ત્યાં પણ ઈરાનનાં સફરજન દુકાનો પણ ગોઠવાઈ ગયા છે.

Read About Weather here

સફરજનનું ઉત્પાદન દેશમાં વર્ષે સાડા ત્રણ લાખ મેટ્રીક ટન થાય છે. સૌથી વધુ કાશ્મીર અને હિમાચલમાં ઉત્પાદન થાય છે. હવે દેશના બીજા રાજ્યોની બજારોમાં ઈરાન અને અફઘાનિસ્તાનનાં સફરજનો ઘુસી ગયા હોવાથી સ્થાનિક વેપારીઓનાં સફરજન કોલ્ડ સ્ટોરેજમાં સડવા લાગ્યા છે. અગ્રણી વેપારી મજીદ અસલમ વફાઇએ ઈરાન અને અફઘાની સફરજનની આયાત બંધ કરવા જોરદાર માંગણી કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here