કેનેડાનાં મોન્ટ્રીયલમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરોડોની છેતરપીંડી

કેનેડાનાં મોન્ટ્રીયલમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરોડોની છેતરપીંડી
કેનેડાનાં મોન્ટ્રીયલમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરોડોની છેતરપીંડી

કરોડો ડોલરની ફી ઉઘરાવી લીધા બાદ ત્રણ કોલેજોનાં દરવાજા બંધ: 600 ભારતીય વિદ્યાર્થીઓ સહિત 2 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ

કેનેડાનાં મોન્ટ્રીયલ શહેરની ત્રણ કોલેજોએ કરોડો ડોલરની ફી ઉઘરાવી લીધા બાદ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય દેશોનાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપીને દરવાજા બંધ કરી દેતા ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે.કેનેડાનાં શીખ સમાજનાં લડાયક મહિલા નેતા અમનજોત કૌર રામુવાલિયા એ ટ્વીટ કરીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે થયેલી છેતરપીંડીનો પર્દાફાશ કર્યો છે. એમણે ટ્વીટ કર્યું છે કે, મોન્ટ્રીયલની ત્રણ કોલેજોએ કરોડો ડોલર ઉઘરાવી લીધા બાદ દરવાજા બંધ કરી દઈને 600 ભારતીય વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી છે અને એમનું શૈક્ષણિક ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં આ મહિલા નેતાની આગેવાની નીચે સેંકડો ભારતીય નાગરિકોએ મોન્ટ્રીયલમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. કુલ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ આ છેતરપીંડીનો ભોગ બન્યા છે એવું જાણવા મળ્યું છે. અમનજોત કૌર વિદ્યાર્થીઓનાં હિત ખાતર લડત ચલાવી રહ્યા છે. આ ત્રણેય કોલેજોએ ભારતીય વિદ્યાર્થીઓને રીફંડ આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે. રીફંડ માટે આ શીખ મહિલા એકલા હાથે લડત ચલાવી રહી છે. એમણે ભારત સરકારને પણ દરમ્યાનગીરી કરવા માટે અનુરોધ કર્યો છે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા કેનેડા સરકાર સાથે મામલો હાથ ધરવા અનુરોધ કર્યો છે.

એવું જાણવા મળ્યું છે કે, આ ત્રણેય કોલેજનાં સતાવાળાઓએ વિદ્યાર્થીઓને એડવાન્સ ફી પેટે રૂ. 9 થી 17 લાખ સુધીની રકમ ચુકવવા તાકીદ કરી હતી. શિયાળુ વેકેશન પહેલા જ એડવાન્સ ફી માંગવામાં આવી હતી. પરિણામે ઘણા વિદ્યાર્થીઓ તાત્કાલિક આટલી જંગી રકમ ચૂકવી શકે તેમ ન હતા. તેઓ કઈ વિચારે તે પહેલા તો તેમના માટે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. 1173 જેટલા વિદ્યાર્થીઓ કેનેડામાં રહીને અભ્યાસ કરી રહ્યા છે. જયારે 637 વિદ્યાર્થીઓ ભારતમાં ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે.

Read About Weather here

ગઈકાલે મોન્ટ્રીયલ ખાતે આવેલા ગુરૂદ્વારા નાનક દરબાર ખાતે ભારતીય વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી અને એમનો અભ્યાસ પૂરો કરવા દેવા માંગણી કરી હતી. ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાનાં શિક્ષણમંત્રી, કેનેડા ખાતેનાં ભારતીય રાજદૂત અને સ્થાનિક સાંસદ તથા સ્થાનિક વિપક્ષી નેતાઓને પણ પત્ર લખીને એમની વ્યથા વર્ણવી છે. કેનેડામાં શિક્ષણ મેળવવા માટે સંતાન પાછળ રૂ. 16 થી 17 લાખનો ખર્ચ કરનાર વાલીઓ અને વિદ્યાર્થીઓ આવી રીતે સંકટમાં મુકાઇ ગયા છે. પંજાબમાં ઓનલાઈન ક્લાસ ભરી રહેલા 95 ટકા વિદ્યાર્થીઓને વિઝા આપવાનો પણ કેનેડા સરકારે ઇન્કાર કરી દીધો છે. તેમ એક ભૂતપૂર્વ વિદ્યાર્થી વરૂણ ખન્નાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here