15 દિવસમાં પાણી નહીં મળે તો જળસંકટ સર્જાવાની ભીતિ

15 દિવસમાં પાણી નહીં મળે તો જળસંકટ સર્જાવાની ભીતિ
15 દિવસમાં પાણી નહીં મળે તો જળસંકટ સર્જાવાની ભીતિ

રાજ્ય સરકાર પાસે પાણીની માંગ કરતી મનપા
મ્યુ. કમિશનરે 10 જાન્યુ. એ પત્ર પાઠવી પાણી આપવા રજૂઆત કરી હતી
આજી – 1 માં 10 માર્ચ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો!

હાલ શિયાળો અંતિમ ચરણ પર પહોંચી ગયો છે અને ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતી જાય છે. વાતાવરણમાં વહેલી સવારે ઠંડીનું વાતાવરણ અને બપોરના ગરમીનો અહેસાસ થાય છે ત્યારે ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ રાજકોટમાં જળસંકટની ભીતિ સર્જાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગત મહિને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નર્મદા વિભાગમાં સૌની યોજનાનું પાણી માંગ્યા બાદ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને ફરી માર્ચમાં સૌની યોજના હેઠળ પાણી ઠલવવાનું શરૂ કરવા અનુરોધ કર્યો છે. કારણ કે શહેરને પાણી પુરૂ પાડતા આજી અને ન્યારી ડેમમાં માર્ચ મહિના સુધીનું જ પાણી છે. આજી અને ન્યારીમાં 1050 ખઈઋઝ જળજથ્થો આપવા મ્યુનિ. કમિશનરે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથેની મુલાકાતમાં કમિશનર દર વર્ષ મુજબનું આ વર્ષનું પાણીનું આયોજન પણ રજૂ કર્યુ હતું. ચોમાસા બાદ તમામ ડેમો ભરાય ગયા હોય છતાં જાન્યુઆરીમાં વાર્ષિક આયોજન તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપવું પડે છે. જાન્યુઆરીમાં કમિશનરે નર્મદા જળસંપતિ અને કલ્પસર વિભાગને આ આયોજન સોંપ્યું હતું. તે બાદ મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પણ દર વર્ષની જેમ રાજકોટને સૌની યોજના હેઠળનું પાણી અગ્રતાના ધોરણે ફાળવવા રજુઆત કરી હતી.

શહેરને પાણી પૂરુ પાડવા માટે દરરોજ અલગ-અલગ સ્ત્રોતમાંથી પાણી ઉપાડવામાં આવે છે જેમાં આજી-1માંથી 128 એમએલડી, ન્યારી-1માંથી 70 એમએલડી, ભાદર-1માંથી 40 એમએલડી, જળાશયમાંથી કુલ 225 એમએલડીનો ઉપાડ કરાય છે. આ ઉપરાંત નર્મદા લાઈનનો ન્યારા પ્લાન્ટમાંથી 70, બેડી પ્લાન્ટમાંથી 55 એમએલડી લેવામાં આવે છે. રાજકોટની કુલ દૈનિક જરૂરિયાત 350 એમએલડીની છે.

Read About Weather here

મનપાના પ્લાનિંગ મુજબ આજી-1ની જળસંગ્રહ ક્ષમતા 930 ખઈઋઝ છે અને દૈનિક 130 ખકઉનો ઉપાડ ડેમમાંથી કરવામાં આવે છે. 1248 ખઈઋઝની જળસંગ્રહ ક્ષમતાવાળા ન્યારી-1 ડેમમાંથી રોજ 70 ખકઉ પાણી ઉપાડવામાં આવે છે તો ભાદર ડેમમાંથી રોજ 40 ખકઉ પાણી લેવામાં આવે છે. કુલ 240 ખકઉ પાણીની સપ્લાય આ ડેમોમાંથી કરવામાં આવે છે. આ સિવાય પાઇપલાઇન મારફત નર્મદાનીર આવે છે. 6640 ખઈઋઝની ક્ષમતાવાળા ભાદર-1 ડેમમાંથી રાજકોટ જિલ્લાને પીવા અને સિંચાઇનું પાણી આપવામાં આવે છે. માર્ચના બીજા અઠવાડિયા સુધીમાં રાજકોટને આ પાણીની જરૂર પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here