સેન્ટ્રલ ઝોનમાં 10, વેસ્ટ ઝોનમાં 5 અને ઇસ્ટ ઝોનમાં 6 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ: હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રિકવરી ઝુંબેશમાં કુલ 21 મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ આપી કુલ રૂ.13.52 લાખની રિકવરી કરાઈ છે.
જેમાં વોર્ડ નં- 6 સંત કબીર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂ, 2.26 લાખ રિકવરી. વોર્ડ નં- 7 ભેપેન્દ્ર રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.25 લાખ રિકવરી.
Visit Saurashtra Kranti Homepage here
યાજ્ઞિક રોડ પર આવેલ કોમર્શીયલ મિલકતના બાકી માંગણા સામે રૂ. 1.68 લાખ રિકવરી. વોર્ડ નં- 13 ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.76 લાખ રિકવરી. વોર્ડ નં- 14 કોઠારીયા કોલોનીમાં આવેલ 5-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- 16 પટેલનગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 2 લાખ રિકવરી. વોર્ડ નં- 17 અટીકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 5-ઇન્ડસ્ટ્રીયલ યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તીની નોટીસ આપેલ છે. વોર્ડ નં- 18 ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.25 લાખ રિકવરી.
Read About Weather here
આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્ર્નર કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here