લિજ્જત પાપડની 15 જેટલી મહિલા સાથે રૂ.50 લાખની ઠગાઇ કરનાર માતા-પુત્રી પોલીસ પકડથી દુર!

લિજ્જત પાપડની 15 જેટલી મહિલા સાથે રૂ.50 લાખની ઠગાઇ કરનાર માતા-પુત્રી પોલીસ પકડથી દુર!
લિજ્જત પાપડની 15 જેટલી મહિલા સાથે રૂ.50 લાખની ઠગાઇ કરનાર માતા-પુત્રી પોલીસ પકડથી દુર!

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મહિલાઓ દ્વારા અરજીઓ કરવામાં આવી હતી
બે વર્ષના ગાળામાં પોલીસ સ્ટેશનથી કમિશનર સુધી અરજીઓનાં ઢગલા થયા, ગુનો ન નોંધાયો
માલવિયાનગર પો.સ્ટેશનના અધિકારએ ગુનો નોંધવાની તસ્દી ન લીધાનો આક્ષેપ

રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલના લેખિત આરોપથી સર્જાયેલા ખળભળાટ વચ્ચે શહેરમાં દિન-પ્રતિદિન ફરિયાદીઓનો રાફડો ફાટી રહ્યો છે. ત્યારે ગોંડલ રોડ પર લિજ્જત પાપડમાં કામ કરતી 15 થી વધુ મહિલાઓ પાસેથી વિજય પ્લોટની માતા-પુત્રીએ ઉચ્ચું વ્યાજ આપવાની લાલચ આપી અંદાજિત રૂ.60 લાખ જેટલી રકમ લઈ રફુચકકર થઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા બે વર્ષથી મહિલાઓ દ્વારા થતી અરજીમાં પોલીસ ફરિયાદ ન નોંધી આરોપી મહિલાને છાવર્તી હોવાના આક્ષેપ અરજદારોએ કર્યો હતો. આ મહિલાઓએ ન્યાય માટે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયુગરુંના લોકદરબારમાં પણ અરજી કરી છે

Visit Saurashtra Kranti Homepage here

લોધેસ્વર સોસાયટી મેઇન રોડ પર ગોકુળ પ્રોવિજ્ન સ્ટોરમાં રહેતા મીનાબેન અશોકભાઇ ખારીરાવએ પોલીસ કમિશ્નર કચેરીમાં તેમના સહિત 15 જેટલી મહિલાઓ સાથે વિજયપ્લોટમાં રહેતી રજિયા ફિરોજ પઠાણ,તેની પુત્રી ચકુબેન કરણભાઈ કોળી,તેના પુત્ર સોહિલ સામે ખોટા સહી,ખોટા ચેકો આપી રૂ.50 લાખથી વધુની છેતરપિંડી આચર્યા અંગેની અરજી કરી હતી. બે વર્ષમાં સાત ધક્કા ખાધા બાદ પોલીસ કમિશને મનોજ અગ્રવાલ,જેસીપી ખુરસીદ અહેમદ,ડીસીપી જોન 2 મનોહરસિંહ જાડેજાએ એકબીજા પર જ્વાબદારીની ફેકાફેકી કરી હતી.

Read About Weather here

માલવિયા નગર પોલીસ સ્ટેશન્ના અધિકારીએ ગુનો નોંધવાની તસ્દી ન લીધી હતી. વિજય પ્લોટની માતા -પુત્રી વિરુદ્ધ એ ડિવિજ્ન,માલવિયા,આજીડેમ,ભક્તિનગર પોલીસ સ્ટેશન્મા વિવિધ મહિલાઓ દ્વારા અરજીઓ કરવામાં આવી હતી. પરતું થાણા અધિકારી દ્વારા માતા-પુત્રી વિરુદ્ધ માત્ર અટકાયતી પગલાં લીધા હતા. રૂ.50 લાખની નાણાકીય છેતરપિંડી કરનાર મહિલાઓ સામે પુરાવા રજૂ કરવા છ્ત પોલીસ ક્મિશ્નર કે થાણા અધિકારીઓ શું કામ ફરિયાદ નોંધતા નથી તે મોટો સવાલ છે ?

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here