કેરીનું પ્રથમ બોક્‍સ 31 હજારમાં વેચાયું…!

કેરીનું પ્રથમ બોક્‍સ 31 હજારમાં વેચાયું...!
કેરીનું પ્રથમ બોક્‍સ 31 હજારમાં વેચાયું...!
દેવગઢ રત્‍નાગિરીના હાપુસ ફળ સમગ્ર દુનિયામાં પ્રખ્‍યાત છે. ત્‍યારે આવા સમયે કેરીનો આ પ્રથમ પાક શુક્રવારે પુણેની એપીએમસી માર્કેટમાં પહોંચી હતી. કેરીની આ પેટીને ખરીદવા માટે રીતસરની પડાપડી થઈ હતી. ફળોના રાજા કહેવાતા કેરીની સિઝન આવવાની તૈયારીમાં છે. આ અગાઉ કેરીની કિંમતો સાંભળીને દાંત ખાટા થઈ જશે. મેંગોની સિઝન આવે પહેલા મહારાષ્ટ્રના પુણેમાં કેરીની પ્રથમ ટોકરી પહોંચી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્‍યાર બાદ ત્‍યાં એક એવી હરાજી થઈ, જેમાં કેરીની પ્રથમ ટોકરીની કિંમત ૩૧ હજાર રૂપિયા લગાવામાં આવી હતી, અને તે વેચાઈ પણ ગઈ હતી.વેપારીએ અહીં આ કેરીની પ્રથમ ટોકરીને વેચાણ અર્થે હરાજી લગાવી હતી. જેમાં તેને મોટી રકમ સાથે વેચાણ કર્યું હતું.કહેવાય છે કે, હરાજીની શરૂઆતમાં પેટીની કિંમત ૫ હજાર રૂપિયા લગાવામાં આવી હતી.

Read About Weather here

પણ અંત સુધીમાં આ ટોકરીની કિંમત ૩૧ હજાર રૂપિયા થઈ હતી.ટ્રેડર યુવરાજ કાચીએ કહ્યું હતું કે, આ સિઝનની શરૂઆતની કેરી છે. દર વર્ષે આ શરૂઆતની કેરીની પરંપરાગત રીતે હરાજી કરવામાં આવે છે. કારણ કે, આગામી બે મહિનામાં આ વેપાર ખેડૂતોના નસીબનો નિર્ણય કરશે. કહેવાય છે કે, આ વખતની હરાજી ૫૦ વર્ષની સૌથી મોંઘી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here