બેફામ બન્યા IAS અધિકારી…!

બેફામ બન્યા IAS અધિકારી...!
બેફામ બન્યા IAS અધિકારી...!
યુવકને ટક્કર માર્યા બાદ પણ કાર અટકાવી ન હતી અને ઈજાગ્રસ્ત યુવકને બોનેટ પર લઈ આશરે 200 મીટર સુધી ઢસડીને લઈ ગયા હતા. દિલ્હીમાં હિટ એન્ડ રનની એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક નિવૃત્ત IAS અને તેમનો દીકરો કારમાં જઈ રહ્યા હતા. પૂરપાટ જઈ રહેલી કારે માર્ગના કિનારે ચાલીને જઈ રહેલા યુવકને ટક્કર મારી હતી. બાદમાં છોકરાને માર્ગ પર તડપતો છોડીને કાર લઈ ભાગી ગયા હતા. બાદમાં બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.ગત 8 ફેબ્રુઆરી,2022ના રોજ દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તારમાં ગ્રેટર કૈલાસમાં આ ઘટના બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

નિવૃત્ત IAS અને તેમના દીકરાની કારની ટક્કરથી ઈજાગ્રસ્ત યુવકને ઘટનાસ્થળે રહેલા લોકોએ નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અહેવાલ પ્રમાણે ઈજાગ્રસ્ત 37 વર્ષના આનંદ રાજ મંડેલિયા તરીકે ઓળખ કરવામાં આવી છે. ડોક્ટરોએ કહ્યું હતું કે તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.સંપૂર્ણ ઘટનાનો વીડિયો ઘટનાસ્થળ નજીક લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નિવૃત્ત IASની કાર યુવકને ટક્કર માર્યા બાદ ત્યાંથી જતી રહી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી હતી. કારમાં નિવૃત્ત IAS પી.સુંદરમ અને તેમનો 27 વર્ષનો દીકરો રાજ સુંદરમ સવારી કરતા હતા.

Read About Weather here

રાજ સામે હત્યાનો પ્રયત્ન કરવા બદલ IPCની કલમ 307, 308 અને 212 સહિત અનેક કલમો લગાવી કેસ દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ભૂતપૂર્વ IAS સામે ગુનેગારને છુપાવવાને લગતો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ સામે દાખલ કરવામાં આવેલી કલમમાં કેટલીક બિનજામીનપાત્ર હતી. જોકે બન્નેને જામીન મળી ગયા છે.પી. સુંદરમનો દીકરો વકીલાતનો અભ્યાસ કરી રહ્યો છે અને ફૂટેજ પ્રમાણે તે વાહન ચલાવી રહ્યો હતો. પોલીસે બે દિવસ બાદમાં બન્નેની ગુરુગ્રામથી ધરપકડ કરી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here