જમીનના ઝઘડામાં ધીંગાણું…!

જમીનના ઝઘડામાં ધીંગાણું...!
જમીનના ઝઘડામાં ધીંગાણું...!
સુરતના ભરથાણા ગામમાં બનેલી મારામારીની ઘટનામાં પરિવારે કહ્યું હતું કે બે પુત્રોને માથામાં 6 અને 10 ટાકા આવ્યા ને ડોક્ટરોએ રજા આપી દીધી તો પણ પોલીસે કસ્ટડીમાં લઈ લીધાને સામાવાળાને માથામાં માત્ર 4 ટાકા આવ્યા ને ઓળખાણથી દાખલ થઈ ગયો તો પોલીસ લાચારી બતાવી રહી છે. જમીનના ઝઘડામાં 3ના માથા ફોડનાર બન્ને પક્ષકારો સામસામે પોલીસે ફરિયાદ નોંધી હોવાનું બહાર આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મધ્યપ્રદેશમાં દાદીની જમીન ઉપર ખેતીવાડી કરતા અટકાવી દાદીને માનસિક યાતનાઓ આપતા સંબંધીને ઠપકો આપનાર એક જ પરિવારના 5 જણાને માર મારતો વીડિયો સામે આવ્યો છે.  મનીષ વણજારા (ઇજાગ્રસ્ત પરિવારના સભ્ય) એ જણાવ્યું હતું કે MPમાં જમીન ગુડ્ડુ કછાવાની દાદીની છે. 15 વિઘા જમીન પર ખેતી કરી આવક મેળવવા માગે છે.

સુરતના ભરથાણા ગામમાં રહેતી દાદીને ખેતીની આવકમાં હિસ્સો આપવા પણ ગુડ્ડુ તૈયાર છે. જોકે દૂરના સંબંધી મુકેશ અને એના પિતા કાળુ કછાવા આ જમીન પર ખેતીવાડી કરતા અટકાવી દાદાગીરી કરતા આવ્યા છે.વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગુડ્ડુને ખબર પડી કે સામાવાળા દાદીને માનસિક યાતનાઓ આપી રહ્યા છે એટલે એ પત્ની રેખા, બે પુત્રો અને ભાઈ સાથે દાદીની ખબર પૂછવા ભરથાણા ગયા હતા. જ્યાં સામાવાળા પિતા-પુત્ર આણી મંડળી આ પરિવારને પતાવી દેવા વોચ રાખીને બેસી હતી.

Read About Weather here

વધુમાં જણાવ્યું હતું કે આ હુમલામાં ગુડ્ડુ અને તેની પત્નીને ગંભીર ઇજા, બન્ને પુત્રોને માથામાં 6 અને 10 ટાકા આવ્યા, ભાઈને ગંભીર ઇજા થઇ છે. અમરોલી પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની તપાસ કરી રહી છે.આખા પરિવાર પર અચાનક હુમલો થતા પોતાના બચાવમાં હાથ ઉપાડવો પડ્યો હતો. જેમાં કાળુભાઇને માથામાં 4 ટાકા આવ્યા ને દાખલ થઈ ગયા હતા.આખા પરિવારને જાહેરમાં માર મારતો વીડિયો સામે આવ્યો તેમ છતાં પોલીસે બન્ને પુત્રો અને સામા પક્ષના 14 જણાની અટક કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here