પતિએ પત્નીને ઘરમાં સળગાવી

પતિએ પત્નીને ઘરમાં સળગાવી
પતિએ પત્નીને ઘરમાં સળગાવી
દુર્ગધ આવવા પર જ્યારે પાડોશીઓએ તેને પૂછ્યું કે શું સળગી રહ્યું છે, તો પતિએ કહ્યું કે માંસને રાંધી રહ્યો છું. પશ્ચિમ બંગાળના આસનસોલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પતિએ પોતાની જ પત્નીને ઘરમાં જ જીવતી સળગાવી દીધી. પાડોશીઓને શંક જતા જ્યારે તેમણે ઘરે જઈને જોયું તો તેમને ભારે આઘાત લાગ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસના જણાવ્યા અનુસાર, આસનસોલના જામુરિયાના નિધા ક્ષેત્રની રહેનારી કંચન નોનિયાના લગ્ન 2015માં કોલિયરીના રહેવાસી સુધીર નોનિયા સાથે થયા હતા. ગુરુવારે પાડોશીઓને સુધીરના ઘરમાં કઈંક સળગતું દેખાયું હતું.ધુમાડા અને દુર્ગધ વિશે પૂછવામાં આવ્યું તો સુધીરે જણાવ્યું હતું કે ઘરમાં તે માંસને રાંધી રહ્યો છે. જોકે જ્યારે પાડોશીઓ ઘરની અંદર ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે તે કંચનના શરીરને સળગાવી રહ્યો હતો. કેટલાક લોકોએ કંચન સળગતી હોય તેવા દ્રશ્યોનો વીડિયો પણ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો.

આ ઘટનામાં કંચનનું મૃત્યુ ઘટના સ્થળે જ થયું હતું. DCP ડો.કુલદીપે જણાવ્યું કે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.કંચનના પરિવારના જણાવ્યા મુજબ સુધીરે લગ્ન દરમિયાન 3 લાખ રૂપિયાનું દહેજ લીધું હતું. સુધીર અને તેના પરિવારે કંચન પર દહેજ લાવવાનું દબાણ કર્યું હતું. તેને 20,000 હજાર રૂપિયાનું બ્લેઝર જોઈતું હતું. આ વાત છોકરીએ જણાવી હતી. તેણે કહ્યું હતું કે જો પૈસા ન આપ્યા તો સાસરીયાની હત્યા કરી નાંખીશ. આ વાત સાચી સાબિત થઈ.

Read About Weather here

એમ કહેવાઈ રહ્યું છે કે મહિલાનો પતિ બેરોજગાર હતો. છોકરાના પિતા કોલસાની ખાણમાં મજૂરી કરે છે. પોલીસ પૂછપરછમાં સુધીર કઈ જ કહી રહ્યો નથી. વારંવાર તે એક જ વાત કહી રહ્યો છે કે ઘટના કઈ રીતે ઘટી, તેની તેને માહિતી નથી. પોલીસ તેને પાડોશીઓને કરેલા દાવાઓ અંગે પણ પૂછી રહી છે. જોકે યુવક કંઈ કહી રહ્યો નથી.ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે કંચનના પતિ સુધીર, સસરા ગુલાબ નોનિયા, સાસુ મૈના દેવી અને તેમના જમાઈ અર્જુન નોનિયાની ધરપકડ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here