આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

આજે આર્થિક સ્થિતિ સારી રહેશે. છેલ્લાં થોડા સમયથી કોઇ કાર્ય માટે કરેલી મહેનત યોગ્ય લાભ આપશે. તમારા સિદ્ધાંતો સાથે તમે કોઇપણ પ્રકારનો સમજોતો કરશો નહીં. જેનાથી સમાજમાં તમારું યોગ્ય સન્માન જળવાશે.કોઇ ગુંચવાયેલાં મામલાઓ ઉકેલવા માટે વધારે ધૈર્યની જરૂરિયાત છે. અન્ય મામલે વધારે દખલ ન કરો, નહીંતર તમે પોતાને કોઇ વિપત્તીમાં મુકી શકો છો. કોઇ સમસ્યાને લઇને ભાઈઓ સાથે મનમુટાવની સ્થિતિ બની શકે છે.વ્યવસાયમાં કાર્યોમાં થોડી મુંજવણી સ્થિતિ બની શકે છે.પારિવારિક સભ્યોમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજનો દિવસ ખૂબ જ શાનદાર રીતે પસાર થશે. તમારા નવા વિચાર તથા જાગરૂતતા તમારા આત્મવિશ્વાસ તથા આત્મબળને પ્રબળ કરશે. મહિલા વર્ગ વિશેષ રીતે પોતાના પ્રત્યે સજાગ રહેશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે.બદલાયેલી પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. કોઇ લેવડ-દેવડને લગતા મામલાઓને લઇને ચિંતા રહેશે. થોડા નવા પડકાર સામે આવશે, જોકે તમે તેનો ઉકેલ મેળવવામાં સક્ષમ રહેશો.વ્યવસાયને લગતી ગતિવિધિઓની ગુપ્તતા જાળવી રાખો.વ્યસ્તતાના કારણે ઘર-પરિવાર ઉપર વધારે સમય આપી શકશો નહીં.વાતાવરણમાં થતા ફેરફારની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ વધશે, જેનાથી તમને શાંતિ અને નવી ઊર્જા મળશે. કામનો ભાર વધારે હોવાથી તમે એક્ટિવ અનુભવ કરશો. બાળકો તરફથી કોઇ સારા સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે.ખોટા વિવાદ કે ઝઘડાથી દૂર રહો. નહીંતર નુકસાન થઇ શકે છે. કોઇ કામમાં અસફળતા મળવાથી થોડી નિરાશાની સ્થિતિ રહી શકે છે. આ સમય તમારા માટે ધૈર્ય અને સંયમ રાખવાનો છે.તમારા દૂરના સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરો.પારિવારિક વ્યવસ્થા યોગ્ય જળવાયેલી રહેશે.શારીરિક સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

નવા કાર્યો પ્રત્યે તમારી વ્યસ્તતા જળવાયેલી રહેશે, લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ તમે સક્ષમ રહેશો. કોઇ મંગળકારી સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઇ અટવાયેલા કે ઉધાર આપેલાં રૂપિયા પણ પ્રાપ્ત થઇ શકે છે. પરિવાર સાથે શોપિંગમાં સમય પસાર થશે.તમારા ઈગોના કારણે થોડા મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે. કોઇ કોર્ટ કેસને લગતા મામલાઓ આજે ટાળો. બિનજરૂરી ખર્ચ પરેશાન કરી શકે છે.વિદેશને લગતા વ્યવસાયમાં અપાર સફળતા મળી શકે છે.પતિ-પત્ની વચ્ચે ઘરની કોઇ સમસ્યાને લઇને ક્લેશની સ્થિતિ બની શકે છે.મનમાં થોડી નિરાશા અને ડિપ્રેશન જેવી સ્થિતિ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી આકરી મહેનતનું આજે યોગ્ય પરિણામ મળવાનું છે. પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓ પણ એક પછી એક સરળતાથી ઉકેલાઇ જશે. તમને તમારી છાપને વધારે સારી કરવાનો અવસર મળશે.બે નંબરના કાર્યોમાં બિલકુલ પણ રસ ન લો, નહીંતર તમારા માન-સન્માન ઉપર આંચ આવી શકે છે. થોડા ઘરેલૂ મુદ્દા ઉપર પણ વાદ-વિવાદ થઇ શકે છે. આ સમયે કોઇપણ મોટો નિર્ણય ન લેવો. યુવા વર્ગ પોતાના ભવિષ્ય અને કરિયર સાથે કોઇપણ પ્રકારનો સમજોતો ન કરે.વ્યવસાયમાં બધા કાર્યો પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે.પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર નિર્ણય લેવો પડી શકે છે.સ્વાસ્થ્ય યોગ્ય રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

સમય અનુકૂળ છે. તમારી આશા તથા ઇચ્છાઓ પૂર્ણ થશે. સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. જોખમી કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે અને આનંદ અનુભવ કરશો. વાર્તાલાપ કે વાતચીતના માધ્યમથી થોડા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ સંપન્ન થશે.આ સમયે દેખાડાની પ્રવૃત્તિના કારણે બિનજરૂરી ખર્ચ રહેશે. કોઇ અશુભ સમાચાર મળવાની શક્યતા છે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. બાળકોના મામલે થોડી સમસ્યાઓ આવી શકે છે.યુવાઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે અને નોકરી મળવાની પણ યોગ્ય સંભાવના છે.ઘરના કોઇ સભ્યના લગ્નમાં થોડા વિઘ્નો આવી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહેશે,

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી પ્રસન્નતા રહેશે. ભાઇઓની વચ્ચે ચાલી રહેલાં વિવાદનું નિરાકરણ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ જશે. ઘરના થોડા મહત્ત્વપૂર્ણ મામલાઓ ઉપર જાતે જ નિર્ણય લેવો, ઘરમાં મહેમાનોની અવર-જવર રહેવાથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી અનુભવ કરશો. જેના કારણે તમને ભારે નુકસાન પણ ભોગવવું પડી શકે છે. આ સમયે જમીનને લગતી ખરીદદારીને લગતુ કોઇ કામને ટાળો.વ્યવસાયિક ગતિવિધિઓ નિર્વિઘ્ન ચાલતી રહેશે.ઘર કે વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.વાતાવરણમાં ફેરફારની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

દિવસ સુખ-શાંતિપૂર્ણ પસાર થશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે. તેમના માર્ગદર્શનમાં અનેક મુશ્કેલીઓ ઉકેલાઈ જશે. પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાનું નિમંત્રણ મળી શકે છે.બપોર પછી અચાનક જ કોઇ મુશ્કેલી તમારી સામે આવી શકે છે. ખોટા કાર્યોમાં સમય પસાર થઇ શકે છે. મનમાં વિવિધ શંકાઓ ઊભી થઇ શકે છે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાની કોશિશ ન કરો.યુવાઓને કરિયર સાથે જોડાયેલી સમસ્યાઓનું નિરાકરણ કરવું પડશે.ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે.વધારે કામનો ભાર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

તમારો ઉદારશીલ તથા મિલનસાર સ્વભાવ તમારી છાપને વધારે નિખારશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને થોડી લાભદાયક નીતિઓ બનશે. કામકાજની વ્યસ્તતા સિવાય પરિવાર તથા મિત્રો વચ્ચે મોજમસ્તીનું વાતાવરણ રહેશે.અજાણ્યા લોકો સાથે મુલાકાત કરતી સમયે તમારા માન-સન્માનનું પણ ધ્યાન રાખો. કોઇ દગાબાજી થઇ શકે છે. અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવશે. તમે તેનું નિવારણ કરવામાં પણ સક્ષમ રહેશો.વેપારમાં રૂપિયાનું રોકાણ કરવા માટે સમય યોગ્ય છે.પારિવારિક વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે,તમારા સ્વાસ્થ્ય પ્રત્યે તમે વિશેષ રૂપથી ધ્યાન આપશો.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજનો દિવસ શાનદાર રીતે પસાર થશે. કોઇપણ કામને સમજી-વિચારીને કરવાથી સફળતા પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાનું કામ કઢાવવા માટે દરેક શક્ય કોશિશ કરશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.આ સમયે જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે વર્તમાનમાં પણ તણાવ રહી શકે છે. બાળકોની ગતિવિધિઓ તથા મિત્રો ઉપર નજર રાખો. અન્યની સમસ્યાઓ ઉકેલવામાં તમારા કામ અધૂરા રહી શકે છે.યુવાઓને રોજગારના નવા અવસર મળી શકે છે.ઘરનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓમાં સુધાર આવી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

સમય માન-પ્રતિષ્ઠા વર્ધક છે. વિરોધીઓ તમારા વ્યક્તિત્વ સામે હાર માનશે. રાજનૈતિક કે સરકારી મામલાઓમાં સફળતા મળશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને સજાગ રહેશે અને સફળ પણ થશે.પારિવારિક મામલાઓમાં થોડી નિરાશા હાથ લાગી શકે છે. શાંતિ અને ધૈર્ય જાળવી રાખવું. તમારા પોતાના જ લોકો તમારા કામમાં વિઘ્નો પેદા કરી શકે છે. આ સમયે ભાગ્યના ભરોસે બેસવું નહીં.સરકારી કાર્યો ગતિ પકડશે.પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.અયોગ્ય ખાનપાનના કારણે પેટને લગતી તકલીફ વધી શકે છે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આજે તમારા માટે ઉન્નતિનો કોઇ રસ્તો ખુલવાનો છે. એટલે તમારા કાર્યોને પૂર્ણ ગંભીરતા અને સાદગીથી અંજામ આપો. તમે પોઝિટિવિટી તથા અનુભવી લોકોના વિચારોથી પ્રેરણા લઇને તમારી જીવનશૈલીને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો.સ્ત્રી વર્ગ પોતાના સન્માનને લઇને વિશેષ સજાગ રહેશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. જો વાહન ખરીદવાની યોજના બની રહી છે તો આજે તેને ટાળવી યોગ્ય રહેશે.વેપારમાં કોઇ મોટી ડીલ કે કરાર થઇ શકે તેવી શક્યતા છે.ઘર-પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રાખો.સ્વાસ્થ્યની નાની-મોટી પરેશાનીઓ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here