એસ.બી.આઈ. બેંકના કરોડો રૂપિયાના બોગસ ગોલ્ડ લોનના કૌભાંડમાં આરોપીઓને જામીન ઉપર મુકત કરતી સેશન્સ કોર્ટ

મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
આ કેસની હકીકત મુજબ એસ.બી.આઈ. બેંકના વેલ્યુઅર ધવલ ચોકસીએ જુદા-જુદા વ્યકિતઓ એકત્રીત કરી એસ.બી.આઈ. બેંકની જુદી-જુદી શાખામાં ખોટું સોનું રજુ કરી પોતે બેંકના વેલ્યુઅર હોવા છતા બેંક સાથે છેતરપીડી કરી અન્ય વ્યક્તિઓના નામે સોના પર ગોલ્ડ લોન લેવડાવી તે લોનની રકમ પોતે મેળવી લેતા હતા જેથી ધવલ ચોકસીના આવા ચીટીંગનો અનેક વ્યકિતઓ ભોગ બન્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જે પૈકી જગદીશભાઈ વિનુભાઈ વાઘેલા, ડાયાભાઈ ભવાનભાઈ વાઘેલાના નામે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બેંકમાંથી ગોલ્ડ લોન મેળવી લીધી હતી બેંક દ્વારા સમગ્ર હકીકતની તપાસ કરતા બેંકના વેલ્યુઅર ધવલ ચોકસીને જે જે વ્યક્તિઓની પોતાનું સર્ટિફિકેટ રજુ કરેલ હતુ તે તમામ વ્યકિતઓ સામે બેંકના અધિકારી દ્વારા ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Read About Weather here

સમગ્ર ગોલ્ડ લોન કૌભાંડનો આંકડો જોવામાં આવે તો રૂ.1.83 જેટલો થયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતુ. ત્યારબાદ આરોપીઓ દ્વારા તેમના એડવોકેટ મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. એ અરજીમાં આરોપીઓના વકીલની દલીલો તેમજ સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચુકાદાઓને ગ્રાહય રાખીને રાજકોટ સેશન્સ જજ બી.બી.જાદવ દ્વારા આરોપીઓને રૂા.20 હજારના રેગ્યુલર જામીન પર મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં અરજદાર આરોપીઓ વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ગૌરાંગ પી. ગોકાણી અને વૈભવ બી.કુંડલીયા રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here