આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.મુંબઈમાં રૂ.150 કરોડનું GSTનું કૌભાંડ આચરનારી મહિલા સુરતથી ઝડપાઈ, ત્રણ મહિનાથી ભાડાના મકાનમાં રહેતી હતી

મહિલા ઝડપાઈ ગયા બાદ બીમારીનું નાટક કરતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી

Visit Saurashtra Kranti Homepage here

2.વડોદરાના કમાટીબાગમાં મોર્નિંગ વોક કરીને ઘરે જઇ રહેલા બાઇક ચાલકનું કારની અડફેટે મોત, એક મહિનામાં પરિવારના 3 સભ્યના મૃત્યું

હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રૂદને ગમગીની ફેલાવી દીધી હતી

3.વિદેશ ભણવા જવાની એક્ઝામના પેપરની પણ લૂંટ થઈ; મહેસાણામાં કુરિયર ઓફિસમાંથી 4 ઇસમ પેપરની 3 બેગ ઉઠાવી ગયા

ધોકા અને લોખંડના રોડ લઈને સીધા ઓફિસમાં ઘૂસી કર્મચારીઓ પર હુમલો કર્યો

4.આરોપીઓને સાબરમતી જેલમાંથી વીડિયો-કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કર્યાં, આરોપીઓ કરી રહ્યા છે રજૂઆત

અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA હેઠળ દોષિત જાહેર કર્યા છે

5.એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે કહ્યું, ‘ફેમિલી ઇચ્છતી હતી હું ડેન્ટિસ્ટ બનું, ઘણીવાર ચાલુ લોકલ ટ્રેનમાંથી કૂદી આત્મહત્યાના વિચાર આવતા’

17 વર્ષની ઉંમરથી એક્ટ્રેસ તેની ફેમિલીથી દૂર મુંબઈમાં રહેતી હતી

6.દીકરીના લગ્નનાં પ્રશ્ન પર પિતા ચંકી પાંડેએ કહ્યું, ‘મારી દીકરીને સાચવવી સહેલી નથી’

ફિલ્મ ‘ગહેરાઈયાં’ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ ગઈ છે

7.આલિયા અને રણબીરના લગ્નની ચારકોર ચર્ચા, એક્ટ્રેસે કહ્યું, ‘હું તો ક્યારની મનથી રણબીરને પરણી ગઈ છું’

આ કપલ 4 વર્ષથી રિલેશનશિપમાં છે

8.અમદાવાદમાં માનસિક બીમાર વૃદ્ધા મંદિર જવા નીકળ્યા ને ઘરનો રસ્તો ભુલી ગયાં, રસ્તા પર મારે ઘરે જવું છે એવી બુમો પાડતાં હતાં

વૃદ્ધાના ગળામાં તેમના દીકરાના મોબાઈલ નંબર વાળું આઈકાર્ડ હોવાથી ઝડપથી ઘરે પહોંચાડાયા

9.સુરતમાં કમ્પ્યુટર ક્લાસમાં જતા યુવકના મોબાઈલની લૂંટ, ફોન આપી દીધો છતાં બે લૂંટારુએ ગળું કાપી નાખ્યું

સોસાયટી બહાર નિકળતા યુવક પર હુમલો કરી લૂંટ ચલાવી

Read About Weather here

10.સુરતમાં સાઉથ ગુજરાત યુનિ. બહાર BRTS રૂટ પરથી રોડ ક્રોસ કરતી બે વિદ્યાર્થિનીને BRTS બસે અડફેટે લેતાં એકને ગંભીર ઇજા

રોડ પર ફંગોળાયેલી વિદ્યાર્થિનીને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાઈ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here