‘ઉલ્ટા ચશ્મા’ થીમની રેસ્ટોરાં ખૂલી…!

 ‘ઉલ્ટા ચશ્મા’ થીમની રેસ્ટોરાં ખૂલી...!
 ‘ઉલ્ટા ચશ્મા’ થીમની રેસ્ટોરાં ખૂલી...!
આ પોપ્યુલારિટીને એક સ્ટેપ આગળ લઈ જવા માટે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ઉદ્યોગસાહસિકે અનોખો પ્રયોગ કર્યો છે. તેણે ‘ગોકુલધામ પેલેસ’ નામની એર રેસ્ટોરાં બનાવી છે. છેલ્લાં તેર-તેર વર્ષથી સબ ટીવી પર ચાલી રહેલી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આજે 3 હજાર એપિસોડ પછીયે પોપ્યુલારિટીના ચાર્ટમાં નંબર વન છે.

Visit Saurashtra Kranti Homepage here

તેનાં પાત્રો એવાં હિટ છે કે કરોડો લોકોનાં ઘરનાં સભ્ય બની ગયાં છે.આ રેસ્ટોરાંની ખાસિયત એ છે કે તે અદ્દલ ‘તારક મહેતા’ સિરિયલની ‘ગોકુલધામ સોસાયટી’ની જ રેપ્લિકા છે. તેના જેવી બિલ્ડિંગ, ગેઇટ, બાલ્કનીઓ, કલર સ્કિમ બધું જ સિરિયલ જેવું જ છે. એટલું જ નહીં, સિરિયલમાં જ્યાં અલગ અલગ પાત્રોનાં ઘર છે, ત્યાંની બાલ્કનીમાં તેમણે પાત્રોનાં લાઇફ સાઇઝ કટઆઉટ પણ મૂક્યાં છે.

સિરિયલ જેવો લુક આપવા માટે ત્યાં એ હદે પર્ફેક્શનનું ધ્યાન રખાયું છે કે સોસાયટીના ચોગાનમાં પાથરવામાં આવેલી ઇંટો અને વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલી રંગોળી પણ અદ્દલ સિરિયલ જેવી જ છે. થોડા સમય પહેલાં જ ખૂલેલી આ રેસ્ટોરાં અમરાવતીથી 25 કિલોમીટર દૂર મોરશી રોડ પર આવેલી છે. હાઇવે પર જ હોવાને કારણે આ રેસ્ટોરાં ત્યાંથી પસાર થનારા સૌ કોઇનું ધ્યાન તરત જ ખેંચે છે. ‘ગોકુલધામ’ લખેલા ગેઇટ પર જેઠાલાલ અને દયાબેનનાં કટઆઉટ લોકોનું સ્વાગત કરે છે.

ત્યારપછી સિરિયલ જેવું જ મોટું ચોગાન અને ફરતે ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓની અલગ અલગ વિંગ બનાવવામાં આવી છે.મુલાકાતીઓ માટે આ ગોકુલધામ સોસાયટીની ડાબી બાજુએ અલગ અલગ કોટેજિસ બનાવવામાં આવ્યાં છે. તે સિવાય ઇન્ડોર સીટિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે.  ‘તારક મહેતા’ સિરિયલમાં જેમ અલગ અલગ રાજ્યોના લોકો રહે છે. એ જ તર્જ પર આ રેસ્ટોરાંમાં પણ ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન જેવાં અલગ અલગ ક્વિઝિનની વેરાયટીઓ મળે છે.

બહુ ઓછા સમયમાં આ રેસ્ટોરાં તેની યુનિક થીમ અને સ્વાદિષ્ટ વાનગીઓને કારણે લોકોમાં પ્રિય થઈ પડી છે. જોકે આ રીતે પોપ્યુલર સિરિયલનાં પાત્રોની તસવીરો, તેમનું નામ, લોકેશન વગેરેનો કમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવો તે કોપીરાઇટ ભંગનો મુદ્દે બને કે કેમ તે મુદ્દે નિષ્ણાતોમાં તર્કવિતર્ક છે. આ થીમ રેસ્ટોરાં મુદ્દે હજી સુધી સિરિયલના મેકર્સની કોઈ ટિપ્પણી આવી નથી.થોડા દિવસ પહેલાં જ સમાચાર આવ્યા હતા

Read About Weather here

કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ એમેઝોન ફાયર ટીવી ડિવાઇસમાં સૌથી વધુ સર્ચ થયેલો ટીવી શૉ બન્યો હતો. આ મુદ્દે સિરિયલના પ્રોડ્યુસર અસિતકુમાર મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં સંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘ઓફલાઇન ટેલિવિઝન શૉ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આટલો લોકપ્રિય છે તે જાણીને અત્યંત સંતોષ થઈ રહ્યો છે. તેને કારણે સિરિયલની લોકપ્રિયતા પણ અનેકગણી વધી છે.’ એમેઝોન દ્વારા રિલીઝ કરાયેલા ડેટા પ્રમાણે લોકોએ ગયા વર્ષે દર મિનિટે એટ લિસ્ટ એક વખત આ સિરિયલનું નામ ‘એલેક્સ’ પાસે સર્ચ કરાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here