અમેરિકન નાગરિકો તાત્કાલિક યુક્રેન છોડી દે: બાઈડેન, યુદ્ધના ભણકારા…?!

ભારતથી અમેરિકા નારાજ...!
ભારતથી અમેરિકા નારાજ...!
રશિયા અને નાટો દળો વચ્ચે તણાવ વધી ગયો છે. સ્થિતિ એટલી હદે બગડી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડી દેવા જણાવ્યુ છે. બાઈડેને કહ્યું- અમે વિશ્વની સૌથી મોટી સેનાઓમાંની એકની સાથે સંઘર્ષની સ્થિતિમાં છીએ. આ એક ખૂબ જ અલગ પરિસ્થિતિ છે, ટૂંક સમયમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.  

Visit Saurashtra Kranti Homepage here

NBC ન્યૂઝ સાથે વાત કરતા બાઈડેને કહ્યું કે, યુએસ અને રશિયન સેના વચ્ચે ગમે ત્યારે યુધ્ધ શરૂ થઈ શકે છે.યુએસના નાગરિકોનો વહેલી તકે યુક્રેનમાંથી બહાર નીકળી જવું જોઈએ. યુક્રેનમાં સેના મોકલવાના પ્રશ્ન પર અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, ત્યાં સેના મોકલવાનો અર્થ વિશ્વ યુદ્ધની શરૂઆત છે.ગુરુવારે જ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના એક સલાહકારે ચેતવણી આપી છે કે, ‘જો રશિયા યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરે છે,

તો અમેરિકા તેના નાગરિકોને બહાર કાઢવાની સ્થિતિમાં પણ નહી હોય. જયારે, અમેરિકન થિંક ટેન્કે ચેતવણી પણ આપી છે કે જો રશિયન સેના સંપૂર્ણ સ્તરે યુદ્ધ શરૂ કરશે, તો તેમના ટેન્ક માત્ર 48 કલાકમાં જ યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશ કરશે.યુદ્ધના સંભવિત ખતરા વચ્ચે રશિયાએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રશિયાએ ગુરુવારે બેલારુસિયન સેના સાથે યુધ્ધાભ્યાસ શરૂ કર્યો છે.

હાલના વર્ષોમાં આ સૌથી મોટી સંયુક્ત લશ્કરી યુધ્ધાભ્યાસ છે. તેમાં ટેન્ક, ફાઈટર એરક્રાફ્ટ અને S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સાથે હજારો સૈનિકો ભાગ લઈ રહ્યા છે. બેલારુસમાં આ યુધ્ધાભ્યાસ 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે રશિયા તરફથી યુક્રેનની સરહદ પર સૌ પહેલા ટેન્કથી હુમલો થવાની સંભાવના છે.

Read About Weather here

અહેવાલો અનુસાર 30 હજારથી વધુ રશિયન સૈનિકો ભાગ લેશે.સંભવિત રશિયન હુમલાનો સામનો કરવા બ્રિટને યુક્રેનને મોટી સંખ્યામાં અત્યાધુનિક ટેન્ક વિરોધી મિસાઈલો અને એંગ્લો-સ્વીડિશ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here