કોહલીનો કાંગારૂ કેચ

કોહલીનો કાંગારૂ કેચ
કોહલીનો કાંગારૂ કેચ
45મી ઓવરમાં સ્મિથનો કેચ પકડ્યા પછી કોહલીનું માથું જમીન પર ધડાકાભેર પટકાયું હતું. વિન્ડીઝ સામેની બીજી વન-ડે 44 રનથી જીતીને ભારતે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. તેવામાં આ મેચ દરમિયાન વિરાટ કોહલી ભલે ખાસ રન ન કરી શક્યો હોય, પરંતુ તેના ઓસ્ટ્રેલિયન સ્ટાઈલના કેચે બધાનું ધ્યાન દોર્યું છે. ત્યાર પછી તે જમીન પર જ બે ઘડી ઢળી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેચ દરમિયાન રોહિતની નજર વિરાટ પર જ હતી કે તે કેચ કરી શકે છે નહીં, પરંતુ કોહલીએ કેચ કર્યા પછી જે કર્યું એ તેણે બધાનું ધ્યાન દોર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તો ચલો, આપણે આ સમગ્ર ઘટનાક્રમ પર તસવીરોના માધ્યમથી નજર ફેરવીએ…..વોશિંગ્ટન સુંદર આ મેચમાં એવરેજ બોલિંગ પ્રદર્શન દાખવી શક્યો હતો, પરંતુ 45મી ઓવરમાં રોહિતે તેના પર વિશ્વાસ રાખી ઈનિંગની ટર્નિંગ પોઈન્ટ સમાન ઓવર કરવા આપી હતી. આ ઓવરના છેલ્લા બોલ પર રિક્વાયર્ડ રન રેટ વધી જતાં ઓડીન સ્મિથ આક્રમક શોટ મારવાના પ્રયત્નમાં હતો. તેવામાં સુંદરે પણ જાણીજોઈને ઓફ સ્ટમ્પ બહાર બોલ ફેંક્યો અને ઓડીન સ્મિથને શોટ મારવા આમંત્રણ આપ્યું હતું.ઓડીન સ્મિથે આ બોલ પર સ્લોગ સ્વીપ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

એટલું જ નહીં, તેના શોટનો સંપર્ક પણ ઘણો સારો થયો હતો, પરંતુ બોલ બાઉન્ડરી લાઈન ક્રોસ કરી શકે એટલું અંતર મળ્યું નહીં, જેના પરિણામે વિરાટ કોહલીએ અઘરા એવા હાઈ કેચને સરળતાથી પકડી લીધો હતો.વિરાટ કોહલીએ જેવી રીતે કેચ પકડ્યા પછી રિએક્શન આપ્યું હતું, તેને જોતાં સ્પષ્ટપણે લાગી રહ્યું હતું કે આ કેચ સરળ નહોતો. વળી, ઓડીન સ્મિથ સારા લયમાં હોવાથી તે ગેમને ભારતના પલડામાંથી એક કે બે ઓવરમાં વિન્ડીઝના નામે કરવા સક્ષમ હતો. તેવામાં આ તમામ પ્રેશર વચ્ચે કોહલી હાઈ કેચ પકડીને હસતા મોઢે જમીન પર ઢળી ગયો હતો.

આ દરમિયાન કોહલીનું માથું મેદાન પર પટકાતાં તે લગભગ 1 મિનિટ સુધી ત્યાં જ સૂતો રહ્યો હતો.સ્મિથે જ્યારે લોફ્ટેડ શોટ માર્યો ત્યારે રોહિત શર્માની નજર બોલ અને વિરાટ પર જ હતી. રોહિતને ખાતરી હતી કે કોહલી આ કેચ પકડી લેશે. તેવામાં જ્યારે વિરાટ આ શાનદાર કેચ પકડે એની પહેલાં રોહિતના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. વળી, વિરાટે કેચ પકડીને જેવું જમીન પર પડતું મૂક્યું, તેથી રોહિત વધુ ગભરાઈ ગયો હતો. તેની પ્રતિક્રિયા જોતાં રોહિતને એક સેકન્ડ માટે તો એમ જ લાગ્યું હતું કે કેચ છૂટ્યો… પરંતુ ત્યાર પછી વિરાટ સહિત બધાએ આ વિકેટનું સેલિબ્રેશન કર્યું હતું.

Read About Weather here

45મી ઓવરમાં કેચ પકડતાંની સાથે જ કોહલીએ વોશિંગ્ટનને એકમાત્ર વિકેટ લેવામાં સહાય કરી હતી. ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી મેચમાં રોહિત એન્ડ કંપનીની શાનદાર જીત થઈ છે. ભારતે 44 રનથી આ મેચ જીતી સિરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ મેચમાં સૂર્યકુમારની શાનદાર ફિફ્ટી અને પ્રસિદ્ધ કૃષ્ણાની 4 વિકેટે ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એટલું જ નહીં, તેની પ્રતિક્રિયાને જોતાં ફિલ્ડ પર રહેલા અન્ય ખેલાડીઓ પણ તેની પાસે દોડી આવ્યા હતા. ત્યાર પછી બધાએ ત્યાં જઈને વિકેટનું સેલિબ્રેશન કર્યું અને ઓડીન સ્મિથ 24 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here