વેલેન્ટાઇન-ડે પૂર્વે ફુલોના ભાવમાં ત્રણ ગણો વધારો

વેલેન્ટાઇન-ડે પૂર્વે ફુલોના ભાવમાં ત્રણ ગણો વધારો
વેલેન્ટાઇન-ડે પૂર્વે ફુલોના ભાવમાં ત્રણ ગણો વધારો

સામાન્ય દિવસની સરખામણીએ ફુલોના ભાવ વસંતપંચમી અને લગ્નની મોસમ હોવાના કારણે ડબલ જોવા મળ્યા હતા : માંગ, ઓછા ઉત્પાદન અને વાહન વ્યવહાર ખર્ચને લીધે ભાવવધારો

રાજયમાં કોરોનાનું ભારણ દિવસે દિવસે ઘટી રહ્યુ છે અને સામે સરકાર દ્વારા નિયંત્રણો તબક્કાવાર ઘટાડવામાં આવી રહ્યા છે ત્યારે ઘણા સમયથી રોકાયેલા અને તાજેતરમાં જ વસંતપંચમી જેવા વણજોયેલા મૂહૂર્તો આવતા અનેક શુભ પ્રસંગો રાજયમાં યોજાઇ રહ્યા છે. તાજેતરમાં મોટી સંખ્યામાં યોજાયેલા લગ્નોને કારણે ફૂલોની માંગમાં ભારે ઊછાળો આવ્યો છે. તેની સાથે ગત લોકડાઉનમાં થયેલા ઓછા ઉત્પાદન અને વાહનવ્યવહાર ખર્ચમાં પણ વધારો થતા ફૂલોના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે.
સામાન્ય દિવસોની સરખામણીએ ફૂલોના ભાવ વસંતપંચમી અને લગ્નની મોસમ હોવાના કારણે ડબલ જોવા મળ્યા હતા. વેપારીઓ પ્રમાણે પાછલા 5 વર્ષ દરમિયાન ફૂલોના ભાવ સૌથી ઉંચા જોવા મળી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ફુલોના વેપારીઓના જણાવ્યા મુજબ લગ્નની મોસમમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે ગુલાબના ભાવમાં કિલોદીઠ ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે. જે ગુલાબ નંગદીઠ રૂ. 20માં વેચાતા હતા તેના ભાવ હાલમાં રૂ. 60 ચાલી રહ્યા છે. પાછલા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફુલના ભાવ સૌથી વધુ છે. ફૂલોની આવક અપેક્ષા મુજબ થઇ નથી, કેમ કે દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડયો હતો. જેના કારણે ગુલાબનું ઉત્પાદન ઓછુ છે. પાંચ છ મહિના પછી બોવ ઓછા થવાની વકી છે. હાલમાં કાર્મેશન, રોઝીસ, ઇંગ્લીશ ગુલાબના ભાવમાં ખૂબ વધારો થયો છે. હાલમાં તેના ભાવ ત્રણ ગણા થઇ ગયા છે. ટૂંકમાં ખેડૂતોને વળતર સારુ છે પરંતુ વેપારીઓના માર્જિનમાં ઘટાડો થઇ ગયો છે.

Read About Weather here

સામાન્ય રૂ. 50 કે 100માં વેચાતા બુકેના ભાવ રૂ. 300થી 400 બોલાય છે. લગ્ન પ્રસંગે વિવિધ ડેકોરેશન તથા વરરાજાની ગાડી શણગારવામાં પણ ઈંગ્લીશ ફ્લાવરનો ઉપયોગ થતો હોય છે. આમ તો વરરાજાની ગાડી સાદી રીતે શણગારવા માટે રૂ. 2000-3000નો ખર્ચ થતો હોય છે, પરંતુ આ વર્ષે 4 થી 5 હજાર સુધીનો ભાવ ચાલી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સારી જાતના ગુલાબ પૂના અને બેંગલોરથી આવે છે. પરંતુ કોરોનાના કારણે ખેડૂતોએ ફૂલોનો પાક પણ મર્યાદિત લીધો હતો. જેના કારણે પણ ફૂલ બજારમાં ફૂલની આવક ઓછી થઈ છે. જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે લગ્નની મોસમમાં વેપાર ધંધા પર માઠી અસર પડી નથી. કારણ કે લગ્ન દરમિયાન અલગ-અલગ વિધિ તથા ડેકોરેશનમાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે, જેથી ફૂલોનો ઉપાડ સારો રહ્યો છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here