કોર્પોરેટરને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ…??

કોર્પોરેટરને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ…??
કોર્પોરેટરને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ…??

સમય સમયે દરેકના ચહેરા પરખાઇ જશે, રાખ ધીરજ ‘દીપ’ કેટલાક તને પ્રગટાવી તો કેટલાક ઓલવાવી જશે…
અનેક વખત ખાસ બ્રાન્ચે બેસી રહેવું અને વિવિધ સ્ટેશનના આંટા ફેરા શું સુચવે છે?? કોર્પોરેટર સામે રજૂઆતો થવાની તૈયારીમાં??
નેતાના નજીકના કોર્પોરેટરની જો ફોન ડિટેલની તપાસ કરવામાં આવે તો પણ ન ધારી હોય તેવી મોટી વાત બહાર આવે તેવી જોરશોરથી થતી ચર્ચા
નાના મોટા, નવા-જુના સભ્યોમાં હલચલ : કેટલાક પ્રકરણોની ચર્ચા શરૂ
કોર્પોરેટરમાં એક જ ચર્ચા:
આ મહાન કોર્પોરેટર કોણ છે??

શહેરમાં અત્યારે આક્ષેપો પ્રતિઆક્ષેપોની મોસમ ચાલી રહી છે. ત્યારે દિવસેને દિવસે નવી વાતો બહાર આવીને ખળભળાટ મચાવે છે. ત્યારે હવે પોલીસ સામે ફુટેલી તોપ કોર્પોરેશન બાજુ ફુંટવાની તૈયારીમાં દેખાઇ રહી છે. શહેરભરમાં એક ચર્ચાએ વેગ પકડ્યો છે કે શહેરના નામી નેતાના નજીકના ગણાતા કોર્પોરેટરના પણ અવાર નવાર ખાસ બ્રાન્ચના તેમજ શહેરના વિવિધ સ્ટેશનોમાં અવાર નવાર ચક્કરો કંઇ નવું સુચવે છે. અને કંઇક દાળમાં કાળુ છે તેવુ સ્પષ્ટ દર્શાવી રહ્યા છે. પણ હવે વધુ સમયમાં આ વાત બહાર આવી જશે તેવી પુરી શક્યતાઓ છે. કારણકે કોર્પોરેટરના પણ ખાસ બ્રાન્ચ સાથેના અજબ-ગજબ કનેકશનને લઇને ચારે તરફ લોકચર્ચા ચાલી રહી છે. આ કોર્પોરેટર ખાસ બ્રાન્ચ સહિતની કેટલીક સુચક જગ્યાઓ પર સતત આટાફેરા કરી રહયા હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અને અનેકો વખત ખાસ બ્રાન્ચની ઓફીસે બેસી રહેવુ તેમજ શહરેના વિવિધ સ્ટેશનો પર પણ આંટા ફેરા કરીને મિટિંગો કરવી તે કંઇક નવુ સુચવે છે. લોકોમાં વાતો વહેતી થઇ છે કે આ પ્રજા સેવક કોર્પોરેટરના જો છેલ્લા લાંબા સમયના ફોન ડિટેલની તપાસ કરવામાં આવે તો હજુ પણ કોઇએ ન ધાર્યુ હોય તેવુ બહાર આવી શકે તેમ છે. હાલમાં આ નેતાના નજીક ગણાતા ખાસ કોર્પોરેટર છેલ્લા કેટલાક દિવસથી પોતાની ઓફીસ બાજુ પણ ફરક્યા નથી. અને આ કોર્પોરેટરને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હોય તેવી વાત ચર્ચાના ચકડોળે ચડી છે.

નેતાના નજીક ગણાતા કોર્પોરેટર સામે અલગ અલગ ચર્ચાઓ શરૂ થતા તમામ કોર્પોરેટર આલમમાં અત્યારે એક જ ચર્ચાઓ થઇ રહી છે કે આ મહાન કોર્પોરેટર છે કોણ? ઘણા સાથી કોર્પોરેટરો તો એ પણ ચિંતા કરી રહ્યા છે કે આપણા વોર્ડ ના કોર્પોરેટર તો નહી હોય ને પણ સમય આવ્યે બધાને ખબર પડી જશે કે આ મહાન હસ્તી છે કોણ? ભ્રષ્ટાચાર અને હવાલાના આક્ષેપોથી માત્ર પોલીસ લોબી નહીં પરંતુ રાજકીય લોબી પણ ધ્રુજી ગઇ છે. વર્ષો જુના ઘણા પ્રકરણો હવે જીવતા થતા મોટી રકમના જુના ખેલ બહાર આવી રહ્યા છે ત્યારે વહીવટ કરતા અને કરાવતા મુખ્ય લોકો પર હવે કોઇ તોપ નહીં ફૂટે ને તેવી આ જુથમાં ભય ફેલાવતી ચર્ચા થઇ રહી છે.

Read About Weather here

ખાસ કરીને રાજકોટમાં મોટા માથાઓ અને જમીનના ધંધા સાથે જોડાયેલા કેટલાક કોર્પોરેટરો, નેતાઓના મનમાં ફફડાટ મચ્યો છે. ચર્ચાસ્પદ ભરેલ કબ્જાવાળા જમીન પ્રકરણ હોય કે સુચિત જમીન પ્રકરણની વાત હોય.. આવા અનેક પ્રકરણો સાથે જોડાયેલા નગરસેવકો અને અન્ય નેતાઓના પગ જમીનને અડવા લાગ્યા છે. પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર થાય તો સીધો ગૃહવિભાગ હરકતમાં આવે છે. હાલમાં કેટલાક હાલના અને કેટલાક ભુતકાળના અધિકારીઓના સપનામાં તેમને લાગતા વળગતા પ્રકરણો દેખાવા લાગ્યા છે! તે ચર્ચાએ જોર પકડ્યું છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here