શો રૂમ-દૂકાનમાં પીપીઇ કીટ પહેરીને ચોર ઘુસ્યા: 1.78 લાખની ચોરી

શો રૂમ-દૂકાનમાં પીપીઇ કીટ પહેરીને ચોર ઘુસ્યા: 1.78 લાખની ચોરી
શો રૂમ-દૂકાનમાં પીપીઇ કીટ પહેરીને ચોર ઘુસ્યા: 1.78 લાખની ચોરી

અગાસી પરના લોખંડના દરવાજાઓમાં ગ્રાઇન્ડરથી કાપા મુકી આગળીયા ખોલી અંદર ઘુસ્યા: આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો: તસ્કર સીસીટીવીમાં દેખાયા

શહેરના ગોંડલ રોડ ચોકડીથી આગળ માલધારી હોટેલ નજીક આવેલા એ.સી.ના શો રૂમમાં અને બાજુની ઓટો મોબાઇલની દૂકાનમાં પીપીઇ કીટ પહેરીને ત્રાટકેલા તસ્કરો રૂા. 1,78,500ની રોકડ ચોરી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવમાં આજીડેમ પોલીસે જલારામ-3 શ્રીજીનગર સોસાયટી મેઇન રોડ અંજની ટાવરવાળી શેરીમાં પિત્રૃ આશિષ ખાતે રહેતાં અને ગોંડલ રોડ ચોકડી નજીક માલધારી હોટેલ પાસે પાર્થ એન્ટરપ્રાઇઝ નામે એ.સી.નો શો રૂમ ધરાવતાં મિતુલભાઇ જીવરાજભાઇ વઘાસીયા (ઉ.44)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે. મિતુલભાઇ સાથે આ શો રૂમમાં નિરજભાઇ ગીરધરભાઇ ગોધાણી પાર્ટનર છે.

મિતુલભાઇએ કહ્યું હતું કે 7મીએ સાંજે સાડા સાતેક વાગ્યે અમે અમારો શો રૂમ બંધ કર્યો હતો અને ઘરે ગયા હતાં. 8મીએ સવારે સંજય ઓટો મોબાઇલવાળા પિયુષભાઇ મગનભાઇ પટેલે મેને ફોન કરી વાત કરી હતી કે આપણી બંનેની દૂકાનમાં ચોરી થઇ છે. આથી હું તરત શો રૂમ ખાતે પહોંચ્યો હતો.

તપાસ કરતાં ખબર પડી હતી કે મારા શો રૂમના ધાબા પરના દરવાજામાં બાકોરૂ પાડી અંદરનો આગળીયો ખોલી દરવાજેથી ચોર અંદર આવ્યા હતાં. શો રૂમના પહેલા માળે આવેલા ઓફિસના ટેબલના ખાનાના લોક તોડી તસ્કરો અંદરથી રૂા. 1,93,500ની રોકડ ચોરી ગયા હતાં.

જ્યારે બાજુવાળા સંજય ઓટો મોબાઇલવાળા પિયુષભાઇની દૂકાનમાંથી પણ 39 હજારની રોકડ ચોરી જવામાં આવી હતી. મેં આ અંગે બાદમાં પાર્ટનર નિરજ ગોધાણીને જાણ કરી હતી. મિતુલભાઇએ વધુમાં જણાવ્યું હતું કે સિસીટીવી કેમેરા ચેક કરતાં બે તસ્કર સીટીમાં જોવા મળ્યા હતાં.

Read About Weather here

જે પીપીઇ કીટ પહેરીને આવ્યા હતાં. બંને દૂકાનોની અગાસી પરના લોખંડના દરવાજા આગળીયા પાસે ગ્રાઇન્ડરથી કટીંગ કરી અંદરથી આગળીયા ખોલી લઇ ચોરી કરી હતી. તસ્વીરોમાં જેમાં ચોરી થઇ તે શો રૂમ દૂકાન અંદર વેરવિખેર ટેબલના ખાના, દરવાજામાં થયેલી તોડફોડ અને ધાબા ઉપર કઇ રીતે ગ્રાઇન્ડરથી લોખંડના દરવાજા કાપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here