આજે જાણીએ વાદળો દ્વારા થતી કળા વિશે

આજે જાણીએ વાદળો દ્વારા થતી કળા વિશે
આજે જાણીએ વાદળો દ્વારા થતી કળા વિશે

મામેટસ નામના વાદળોની ઘટનામાં આકાશમાં જાણે અસંખ્ય પાઉચ લટકાવ્યા હોય તેવું દશ્ય સર્જાય છે. ૧ થી ૩ કિ.મી. સુધીની લંબાઇમાં આ વાદળો અર્ધો કલાકથી એક કલાક સુધી રહે છે. આ વાદળો આવનારા સંકટનું સૂચન કરનારા હોય છે. આવા વાદળો મોટેભાગે વાવાઝોડાના સૂચક હોય છે.

આજે જાણીએ વાદળો દ્વારા થતી કળા વિશે વાદળો

Visit Saurashtra Kranti Homepage here

ફોલસ્ટ્રીક હોલ નામના વાદળોની ઘટનામાં આકાશનાં ઘટાટોપ છવાયેલાં વાદળોમાં વચ્ચોવચ મોટું ગાબડું પડી જાય છે . જેને મેઘછિદ્ર કહે છે . ફનલ વાદળાઓ ગરણી જેવો આકાર ધારણ કરે છે. આ વાદળાઓ ટોરનેડો તોફાન લાવે છે. આરકસ વાદળાઓ દરિયાના સુનામી જેવા હોય છે.

આજે જાણીએ વાદળો દ્વારા થતી કળા વિશે વાદળો

આખે આખું વાદળાઓનું ટોળું જાણે આક્રમણ કરવા આવ્યું હોય તેવું દ્રશ્ય રચાય છે . કેલ્વીન વાદળાઓ સમુદ્રના તરંગ જેવા આકારના હોય છે . જાણે વાદળાઓની લેસ પટ્ટી મૂકી હોય તેવા સરખા લાગે છે. લેન્ટીક્યુલર વાદળાઓ માળ ઉપર માળ ચઢાવ્યા હોય તેવા આકારના હોય છે.

આજે જાણીએ વાદળો દ્વારા થતી કળા વિશે વાદળો

Read About Weather here

પર્વતની ટોચ ઉપર હોય ત્યારે જાણે પર્વતની ઉપર છત્રીધરી હોય તેવો આકાર ધારણ કરે છે . રોલ વાદળાઓ જાણે આકાશમાં મોટું જાડું દોરડું પાથર્યું હોય તેવા હોય છે . કેટલાય કિ.મી. લાંબા આ વાદળાઓ દોરડાને વળ ચડાવ્યો હોય તેવો દેખાવ ઊભો કરે છે.

આજે જાણીએ વાદળો દ્વારા થતી કળા વિશે વાદળો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here