રાજકોટ પોલીસની સિસ્ટમમાં મોટાભાઇ કોણ?? ચર્ચાએ ગાંધીનગર ગજાવ્યું

રાજકોટ પોલીસની સિસ્ટમમાં મોટાભાઇ કોણ?? ચર્ચાએ ગાંધીનગર ગજાવ્યું
રાજકોટ પોલીસની સિસ્ટમમાં મોટાભાઇ કોણ?? ચર્ચાએ ગાંધીનગર ગજાવ્યું

શહેર પોલીસની સ્પેશિયલ સિસ્ટમમાં 100 થી વધુ લોકોનો સમાવેશ??
મોટાભાઇના નામથી ફેમસ મહાનુભાવના શહેરમાં અનેક મોટા કામોની ચર્ચા કંઇ નવો વંણાક લેશે??
મોટાભાઇની માયાનો અંત આવવાની તૈયારીમાં ??

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ સામે આક્ષેપો અને ફરિયાદો વધી રહી છે. સામાન્ય નાગરિકથી માંડીને સત્તાધારી પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કામગીરી સામે શંકા વ્યક્ત કરી ગૃહમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી રહ્યાં છે. એમાં ગોવિંદ પટેલે એક મોટા ઘટસ્ફોટ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હપ્તા લેતા હોવાના ગંભીર આક્ષેપો કરતાં મુખ્યમંત્રી સહિત આખી સરકાર દોડતી થઈ છે. રાજકોટ પોલીસ કમિશનર હપતા લેતા હોવાનો સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યએ કરેલા આક્ષેપોના ગંભીર પડઘા ભાજપ સરકાર અને સંગઠનમાં પડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓની પ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં રાજકોટ પોલીસ કમિશનર સામે થયેલા આક્ષેપો બાદ રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલીના ઓર્ડર કરી શકે છે. એની સાથે જે તે પોલીસ અધિકારી સામે રાજકીય નેતાઓએ કરેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને આવા અધિકારીઓની પણ બદલી કરવામાં આવે એવી શક્યતાઓ છે. પરંતુ ગત શનીવારથી પોલીસ કમીશનર સામેના આક્ષેપોથી શહેર ભરમાં તરહ-તરહની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

ત્યારે ધીમે ધીમે ન ધારી હોય કે ન માની હોય તેવી વાતો બહાર આવવા લાગતા શહેરભરમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. કારણકે હાલમાં તો પોલીસ કમીશ્નર, ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ અને પીએસઆઇ વિરૂધ્ધ જ આક્ષેપો થયા હતા પણ હાલમાં અંદર ખાને શહેરના એક નામધારી મોટાભાઇનું નામ પણ ચર્ચાએ ચડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કારણ કે મોટાભાઇના કારનામાં પણ મોટા જ છે. મોટાભાઇ બહુ ફેમસ હોવાથી તેનુ નામ પહેલા બહાર પડી ગયું છે. પણ લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ શહેર પોલીસમાં એક સિસ્ટમ બેસાડવામાં આવી છે.

આ સિસ્ટમમાં 100 જેટલા અડીખમ અને જાણકાર તારલાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તારલાઓ અલગ અલગ જગ્યાએ જઇને પોતાની કળાનું પ્રદશર્ન પણ કરતા હોય છે. અને અનેક વિભાગો માટે સોનાની મરઘી હોય તેવુ કામ કરે છે અને તે તમામનું સચાલન મોટાભાઇ કરી રહ્યા છે. આ બધી મરઘીઓ પણ સોનાના ઇંડા આપી રહી છે અને તે ઇંડાનુ શું કરવુ તેનો વહીવટ કરે છે.

હવે વાત એ કે આ મોટાભાઇ કોણ છે?? હાલમાં પોલીસ ઉપર ધીમે ધીમે આક્ષેપોનો ધોધ વહી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં પણ મોટાભાઇના નામનો પણ ગણગણાટ શરૂ થઇ ગયો છે. એ કહેવત છે ને જે જેવું કરે તે તેવું ભરે મુજબ મોટાભાઇના તમામ કામનો ચોપડો ગાંધીનગરના દરબારમાં ખુલતા મોટાભાઇની ઉંઘ હરામ થઇ ગઇ છે. અને હવે શું થશે તેનો ભય સતાવી રહયો છે. પણ એમ તો મોટાભાઇ પણ ભડવીર હોવાથી ભયથી ભાગે તેમ નથી.

પણ ગાંધીનગરના દરબારમાંથી જો કોઇ નવો આદેશ મોટાભાઇ વિરૂધ્ધ પણ નિકળે અને જવાબ આપવાનો થશે ત્યારે જોવા જેવી થશે. શહેરના લોકો અને ડિપારમેટના નવા લોકો પણ એ વિચારે છે કે આ મોટાભાઇ એવા ક્યા મોટા કામો કર્યા હશે કે તેનું નામ પણ મોટાભાઇ પડી ગયું. પણ એ વાત જવા દઇએ અત્યારની વાત કરીએ તો સિસ્ટમમાં બેઠેલા તારલાઓને પણ મનમાં મુંઝવણ થઇ રહી છે કે ઉડતું તીર જો આપડી ઉપર પણ આવશે તો બધુ ગોટે ચડી જવાની તૈયારીમાં જ છે.

Read About Weather here

પણ ચર્ચાઓ મુજબ એ વાત તો ફાયનલ જ છે કે કદાચ મોટાભાઇના વધુ મોટા કામો જો સામે આવે તો ઘટના પણ કંઇક નવો વણાંક લઇ લેશે તેમાં શંંકાને કોઇ સ્થાન નથી.એવું આધારભુત રીતે ચોક્કસ માહિતગાર સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આ વગદાર મોટાભાઇને પણ ચોક્કસ મુદ્ાઓ પર ગાઢ નાતો અને કનેકશન હોય અને ખાસ પ્રીતી બંધાય ગઇ છે પરંતું પ્રકરણ બહાર આવ્યા બાદ દોડધામ કરવી પડશે અને હજુ ઘણા મોટા કડાકા ભડાકા થઇ શકે તેવી સંભાવનાઓ વ્યકત કરાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here