સી.સી.ડી.સી. દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને ચેનલનો લાભ મળશે

સી.સી.ડી.સી. દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને ચેનલનો લાભ મળશે
સી.સી.ડી.સી. દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને ચેનલનો લાભ મળશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ પ્રો. ડો.ભીમાણીના હસ્તે યુટ્યુબ ચેનલ લોન્ચ કરાઈ
424 કલાકના 212 વિડિયો રાજ્યના વિદ્યાર્થીઓ નિ:શુલ્ક નિહાળી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ-2006 થી સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓના તાલીમ માટે કાર્યરત કેરીયર કાઉન્સેલીંગ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી) એવું પ્રથમ સેન્ટર બન્યું છે કે જેના દ્વારા દેશમાં પ્રથમ યુ-ટયૂબ ચેનલ લોન્ચ કરાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણી દ્વારા આ યુ-ટયુબ ચેનલને સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમાર્થીઓ માટે ખુલી મુકાઈ છે. જેમાં 424 કલાકના 212 વિડીયો અપલોડ કરાયા છે. રાજકોટ સહિત રાજ્ય ભરમાં વર્ષે 8 લાખથી વધુ ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે જેઓને આ વીડિયો ખૂબ જ ઉપયોગી બની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

નવનિયુક્ત કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણીએ આજ મંગળવારે સીસીડીસી સેન્ટરમાં તલાટી કમ મંત્રી બનવા માટે તાલીમ મેળવતા 200 વિદ્યાર્થીઓને રૂબરૂ મળી ઝળહળતી સફળતા મળે તે માટે શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ તાલીમાર્થીઓ સરકારી ભરતીમાં પસંદગી પામે અને સી.સી.ડી.સી.નું નામ માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજય અને દેશભરમાં રોશન કરે એવી અંતરથી શુભેચ્છા પાઠવી હતીં.

આ તકે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તાલીમાર્થીઓ માટેના વિડીયો સ્વરૂપ યુ-ટયુબ ચેનલને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકી હતી.હવે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે નવા સાહસ રૂપે દેશમાં પ્રથમ યુટયૂબ ચેનલ લોન્ચ કરી છે જેમાં 424 કલાકના 212 વિડીયો અપલોડ કરાયા છે જેમાં જી.પી.એસ.સી. કોચીંગના 150 કલાકના લેકચર, હેડ ક્લાર્ક, પી.એસ.આઈ. બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી વીડિયો ઉપરાંત યુ.જી.સી. નેટ કોચીંગના વીડિયા મુકાયા છે

Read About Weather here

જે રાજ્યના કોઈપણ વિદ્યાર્થી નિ:શુલ્ક જોઈ શકશે. જેમાં રાજકોટ સ્પીપાના ડાયરેકટર શૈલેષભાઈ સગપરીયાના લક્ષ્યવેધ વેબીનાર, તજજ્ઞ ધવલ મારૂ, ડો. રાહુલ રાવલીયા, સમીર જાવીયા, પ્રજ્ઞાબેન ધામેચા, ભાવિન માંકડ અને મોહિત અધડુક સહિતના વિષય નિષ્ણાંતોના લેકચર ઉમેદવારો જોઈ શકશે. અત્યાર સુધીમાં આ યુ-ટયુબ ચેનલની 21,299 લોકોએ મુલાકાત લીધી છે. યુ-ટયુબ લોન્ચ પ્રસંગે કુલપતિ પ્રો. ડો. ગીરીશભાઈ ભીમાણી, સીસીડીસી સંયોજક પ્રો. નિકેશભાઈ શાહ, લાયબ્રેરીયન હેતલબેન ગોસ્વામી, સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી વગેરે ઉપસ્થિત રહેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here