અમદાવાદને હચમચાવનાર સીરીયલ બોમ્બ ધડાકા કેસમાં 49 આરોપી દોષીત

અમદાવાદને હચમચાવનાર સીરીયલ બોમ્બ ધડાકા કેસમાં 49 આરોપી દોષીત
અમદાવાદને હચમચાવનાર સીરીયલ બોમ્બ ધડાકા કેસમાં 49 આરોપી દોષીત

કુલ 77 આરોપીમાંથી 28ને નિર્દોષ જાહેર કરાયા; ચુકાદો સંભળાવનાર ખાસ કોર્ટના જજ એ.આર.પટેલ આવતીકાલે દોષીતોને સજા સંભળાવશે
પુરાવાના અભાવે 28 આરોપી નિર્દોષ જાહેર, 56 નાગરિકોના ભોગ લેનાર ધડાકાના કેસનો 14 વર્ષ બાદ ચુકાદો; 56નાં મોત અને 200 ધાયલ થયા હતા

ગત 26 જૂલાઇ 2008નાં એક કમભાગી દિવસે અમદાવાદ શહેરને હચમચાવી નાખનાર શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાના કેસમાં 13 વર્ષ અને 195 દિવસના લાંબા ગાળા બાદ આજે સ્પેશીયલ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ખાસ અદાલતે ધડાકામાં સંડોવાયેલા કુલ 77 આરોપીઓ પૈકી 49 આરોપીઓને દોષીત જાહેર કર્યા છે જયારે 28 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો છે. આ રીતે આજે ખાસ જજ એ.આર.પટેલે ચુકાદો જાહેર કર્યો હતો. આવતીકાલે બુધવારે જજ એ.આર.પાટેલ દોષીતોને સજા સંભળાવશે.

Visit Saurashtra Kranti Homepage here

લગભગ 28 જેટલા આરોપી દેશના 7 રાજયોની જેલમાં છે. તમામ દોષીતોને આવતીકાલે સવારે 10:30 વાગ્યે ખાસ કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવશે. અમદાવાદ સાબરમતી જેલમાં 49 આરોપીઓ છે, જયારે ભોપાલની જેલમાં 10, મુંબઇની તલોજા જેલમાં 4, બેંગ્લોરની જેલમાં 5, કેરળની જેલમાં 6, જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 1 આરોપી છે. 49 આરોપી ધડાકા કેસમાં દોષીત જાહેર થયા છે. આજે કોર્ટમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે જજ પટેલે ચુકાદો વાંચવાનું શરૂ કર્યુ હતું. 14 વર્ષના લાંબા ગાળા બાદ મૃતકોને ન્યાય મળ્યો છે.

અમદાવાદમાં અને ગુજરાતમાં ગોધરાકાંડ પછી થયેલા કોમી રમખાણનો બદલો લેવાના ઇરાદે 2008માં આખા અમદાવાદને ધડાકાથી હચમચાવી દેવામાં આવ્યું હતું. એ દિવસે મહાનગરના 20 સ્થળે 21 જેટલા પ્રચંડ બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા. જેમાં 56 નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યો હતો અને 200થી વધુ લોકો ધાયલ થયા હતા. ધડાકો કરવા માટે પધ્ધતીસર ષડયંત્ર રચવામાં આવ્યું હતું. કેરળથી કાર મારફત અને અન્ય જગ્યાએથી વિસ્ફોટ પદાર્થ લાવવામાં આવ્યા તેમાંથી ટાઇમર બોમ્બ બનાવીને અલગ-અલગ સ્થળે રાખવામાં આવ્યા હતા.

આવતીકાલે 10.30 કલાકે દોષિતોના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં હાજર કરાશે. આ તમામને 302 અને 120 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોપીઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. તપાસમાં મદદ કરનાર આરોપીને છોડી મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 302ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે. ચુકાદાને લઈને સ્પેશિયલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૌપ્રથમવાર ચુકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પાર્કિગમાં કાર સહિતનાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે.

કોર્ટ સંકુલમાં 1 ઉઈઙ, 2 અઈઙ અને 100 પોલીસકર્મી હાજર છે. કેસના વકીલોને જ કોર્ટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટ મામલે 1100થી વધુ સાક્ષીઓની જુબાની લેવાઈ છે. 500થી વધુ ચાર્જશીટ દાખલ થઈ છે. આ કેસમાં આઠ આરોપી હજુ ફરાર છે જે પૈકી કેટલાક પાકિસ્તાનમાં છે. કોર્ટમાં જજ એ.આર. પટેલે આ કેસનો ચુકાદો સંભળાવ્યો હતો. શહેરમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બબ્લાસ્ટ થયા હતા, જેમાં 56 લોકોનાં મોત અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

બોમ્બબ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર, જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી, જ્યારે આઠ આરોપી હજુ પણ ભાગેડુ છે. બ્લાસ્ટ કેસમાં જેલમાં રહેલા આરોપીઓને 1લી ફેબ્રુઆરીના રોજ ચુકાદો આપવાનો હોવાની જાણ કરવામાં આવી હતી.

Read About Weather here

બ્લાસ્ટ કેસનો ચુકાદો હોવાને પગલે કાંરજ પોલીસ દ્વારા સેશન્સ કોર્ટમાં નિરીક્ષણ કર્યું હતું. જ્યારે સારબમતી જેલમાં પણ બ્લાસ્ટના આરોપીઓને બેરેકમાં રાખવામાં આવ્યા હતા. જેલની સુરક્ષાની શહેર પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઈબીના અધિકારીઓએ પણ જેલ તથા કોર્ટ સંકુલમાં તપાસ કરી હતી.આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં 1,163 સાક્ષીની જુબાની લેવાઇ ચૂકી છે, જ્યારે 1,237 સાક્ષીને સરકાર દ્વારા પડતા મુકાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here