મારા વિરૂધ્ધ તપાસ ચાલે છે, કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું: પોલીસ કમિશનર અગ્રવાલ

મારા વિરૂધ્ધ તપાસ ચાલે છે, કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું: પોલીસ કમિશનર અગ્રવાલ
મારા વિરૂધ્ધ તપાસ ચાલે છે, કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું: પોલીસ કમિશનર અગ્રવાલ

અમે ત્રણ વર્ષમાં ઘણું સારૂ કામ કર્યું છે: મનોજ અગ્રવાલ
હાઇકોર્ટમાં ચાર અલગ અલગ મુદ્દા ચાલતા હોવાથી સોમવારથી હું ત્યાં ગાંધીનગર હતો: પોલીસ કમીશનર

રાજકોટ અને ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી બહુગાજેલા ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટરબોંબ કાંડ બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર થયા હતા અને પત્રકાર પરિષદ યોજી મીડિયાને જણાવ્યું હતું કે,મારા વિરૂદ્ધ તપાસ ચાલે છે એટલે કોઈ સ્ટેટમેન્ટ નહીં આપું. આ અંગે ઉચ્ચ અધિકારીને બ્રિફ કર્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા દિવસોમાં વિવિધ રજૂઆત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં એક મારા વિરુદ્ધ આક્ષેપ છે. તેની તપાસ ચાલી રહી છે. મારે કાંઈ બોલવું નથી. કોરોના જેવા ખરાબ સમયમાં મેં રાજકોટ માટે ઘણું કામ કર્યું છે. મારી કામગીરીની ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને જે કાંઈ પગલાં લેશે એ માન્ય રહેશે. હાલ રાજકોટ પોલીસે શહેરમાં થતી ગુનાખોરીને નિયંત્રણમાં રાખી છે. જેમ મેં પહેલા કહ્યું તેમ મારા કેસ અંગે હું મીડિયા સામે કોઈ સ્ટેટ્સ નહિ આપું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે પણ રજૂઆત છે તેમાં તપાસ ચાલી રહી છે. જે મારા વિરૂદ્ધ તપાસ છે તેમાં હું સ્પષ્ટ કરૂં છું કે અમે ત્રણ વર્ષમાં ઘણું સારું કામ કર્યું છે. તેમ છતાં કોઈપણ આક્ષેપ હશે તેની ટૂંકા સમયમાં તપાસ કરવામાં આવશે. મારા અધિકારી જે જુસ્સા સાથે કામ કરે છે તે કરતા રહેશે. અરજીઓની સંખ્યા 2017-18 માં 14000 પછી 12 હજાર અને હાલ 10 હજાર અરજી આવી છે. હાઇકોર્ટમાં ચાર અલગ અલગ મુદ્દા ચાલતા હોવાથી સોમવારથી હું ત્યાં ગાંધીનગર હતો અને કમનસીબે આ બન્યું ત્યારે જ એ કામ આવી ગયું હતું. અમારા અધિકારીઓને આમે બ્રીફ કર્યા છે. અને જે જરૂરી વિગત હશે તે આપીને તપાસ સમિતિને પૂરો સહયોગ આપીશું.

Read About Weather here

આજથી 3 દિવસ પહેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો પત્ર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું હતું કે, શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશ સખિયાએ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here