નેતાના ભાઇને નેતાનો આદેશ:”રૂક જાઓ”

નેતાના ભાઇને નેતાનો આદેશ:"રૂક જાઓ"
નેતાના ભાઇને નેતાનો આદેશ:"રૂક જાઓ"

પોલીસ કમીશનર સામે વસુલીના આક્ષેપ સાથે ધારાસભ્યના લેટર બાદ શહેરભરમાં અનેક નવાજુની એંધાણ??
રાજકીય નેતાઓના ઇશારે નાગરિકને ધમકાવાતા હોવાના આક્ષેપો: ખાસ બ્રાંચે અનેક જમીન ખાલી કરાવવા કાયદો હાથમાં લીધો હોવાનો મામલો પણ ગૃહમંત્રી સુધી પહોંચ્યો હોવાની ચર્ચા
કેટલાક નેતાઓ પોતાની ક્ધસ્ટ્રક્શન સાઇટ આડે આવતા બાંધકામો દૂર કરાવવા માટે ખાસ બ્રાંચનો ઉપયોગ કરતા આ પ્રકરણ ખુલે તો પણ નવાઇ નહીં!!

ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે લેટરબોમ્બ ફોડીને સનસનાટી સર્જી હતી. રાજકોટ પોલીસ કમિશનરે આરોપી પાસેથી રકમ વસૂલાય તેમાંથી 30 ટકા કમિશન માગ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇએ રૂ.75 લાખ વસૂલ્યાનો આક્ષેપ કરી રાજ્યભરમાં ચકચાર મચાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રાજકોટ પોલીસના એક ડઝનથી વધુ તોડ પ્રકરણની ફરિયાદો આધાર પુરાવા સાથે રજૂ કરશે તેવી વાત જાણવા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે શહેરમાં ખાસ બ્રાંન્ચની ટીમે રાજકીય લોકોના ઇશારે અનેક કામો કર્યા છે. તે હવે જો ખુલીને બહાર આવશે તો કેટલાયના તપેલા ચડી જશે તેવી સ્થિતી બનવાની શક્યતા છે. એવી ચર્ચાઓ થઇ રહી છે કે, કેટલાક નેતાઓ પોતાની ક્ધસ્ટ્રક્શન સાઇટ આડે આવતા બાંધકામો દૂર કરાવવા માટે ખાસ બ્રાંચનો ઉપયોગ કરતા હતા.? આ મામલો પણ ગાંધીનગર પહોંચતા તેનો રેલો અનેક સાહેબ સુધી આવ્યો હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.

આ ઉપરાંત તાજેતરમાં પોલીસ સામે આક્ષેપો થતા નેતાના ભાઇને પણ નેતાએ રૂક જાઓનો આદેશ આપી દીધો છે કારણકે હાલમાં વાતાવરણ ગરમી પકડેલુ છે અને જો કોઇ વાત સામે આવે તો તેનું પરીણામ ગંભીર આવી શકેની બીકથી નેતાએ તેના રઘવાયા ભાઇને ચોખ્ખી સુચના આપી દીધી છે કે બધો સંકેલો કરીને અત્યારે શાંતી રાખવામાં જ મજા છે.
આ અગાઉ નેતાના ભાઇ સામે અનેક વખત આક્ષેપો થયા છે.

આ નેતાના ભાઈએ ખાસ બ્રાંચની મદદથી અનેક કામો ઉતર્યા છે અને ખુલ્લા સાંઢની જેમ શહેરભરમાં ફરીને કબ્જો કરવો, જમીન-પ્લોટને ખાલી કરાવવા, નાની-મોટી જમીનના કામ, સુચિત-કાયદેસર જમીનના કામ જેવા અનેક કામોની દુકાન ખોલી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે અને તેને કોઈની બીક જ નથી.? કારણ કે, તેની સાથે ખાસ બ્રાંચ છે. જે તેને અમૂક લોકોના કહેવાથી સાથ અને સહકાર આપે છે.

Read About Weather here

પણ હવે તો અનેક બ્રાંચો સામે પણ આક્ષેપો થવા લાગ્યા છે તો નેતાને અને એના ભાઇને પણ મનમા એ ડર પેસી ગયો છે કે આપણા વિરૂધ્ધ કોઇ પુરાવા કાઢીને રજુઆત કરશે તો આપણું શુ થાશે?? પણ શહેરભરમાં એક વાત તો ચર્ચાઇ રહી છે કે ફરીયાદો ગાંધીનગર સુધી પહોંચાડી દેવામાં આવી છે. ખાસ બ્રાંન્ચની મદદથી જેટલા કામો પતાવાય છે તેની ફરીયાદો પણ ધીમે ધીમે સામે આવશે તેવી શહેરભરમાં ચર્ચાઓ ચાલી રહી છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here