જેની સામે આક્ષેપો થયા તે તમામની સંપત્તિની તપાસ થાય તો પણ કંઇક નવુ બહાર આવે: શહેરભરમાં ચર્ચા

રાજકોટના રેતીકાંડનો રાજા કોણ??
રાજકોટના રેતીકાંડનો રાજા કોણ??
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ સામે આક્ષેપો અને ફરિયાદો વધી રહી છે. સામાન્ય નાગરિકથી માંડીને સત્તાધારી પક્ષના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કામગીરી સામે શંકા વ્યક્ત કરી ગૃહમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી રહ્યાં છે. એમાં ગોવિંદ પટેલે એક મોટા ઘટસ્ફોટ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હપ્તા લેતા હોવાના ગંભીર આક્ષેપો કરતાં મુખ્યમંત્રી સહિત આખી સરકાર દોડતી થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ પોલીસ કમિશનરર હપતા લેતા હોવાનો સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યએ કરેલા આક્ષેપોના ગંભીર પડઘા ભાજપ સરકાર અને સંગઠનમાં પડ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીઓની પ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં આજે રાજકોટ પોલીસ કમિશનર સામે થયેલા આક્ષેપો બાદ રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી રાજકોટ પોલીસ કમિસનર મનોજ અગ્રવાલની બદલીના ઓર્ડર કરી શકે છે. એની સાથે જે તે પોલીસ અધિકારી સામે રાજકીય નેતાઓએ કરેલા આક્ષેપોને ધ્યાનમાં રાખીને આવા અધિકારીઓની પણ બદલી કરવામાં આવે એવી શક્યતાઓ છે.

પરંતુ ગત શનીવારથી પોલીસ કમીશનર સામેના આક્ષેપોથી શહેર ભરમાં તરહ-તરહની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.ધારાસભ્ય અને સાસંદ રામભાઇ મોકરીયાએ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પણ જણાવ્યું હતું કે ગોવિંદભાઇને આખી વાતને હું સમર્થન આપું છું. કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું છે. જમીનોના સેટલમેન્ટ કરવાનું છે અને હપ્તાખોરીનું કામ ચાલુ જ છે. ખરેખર ન થવું જોઈએ.

સરકારે પગલાં ભરવા જોઇએ. હવે આને સારી પોસ્ટ ન મળવી જોઈએ, બાકી સરકારને કાયદાની રૂએ જે પગલાં હોય તે લેવા જોઈએ. પરંતુ આ સમગ્ર મામલો બહાર આવતા શહેરીજનોમાં એક નવો સુર ઉઠ્યો છે. અને સોશીયલ મિડીયામાં સુચનો પણ આપવા માંડ્યા છે. સોશીયલ મિડીયામાં રાજકોટ પોલીસ કમીશનર, ક્રાઇમ બ્રાંન્ચ પી.આઇ.ગઢવી અને પી.એસ.આઇ સાખરા સહિત જેટલા સામે આક્ષેપો છે

Read About Weather here

તેની સામે તટસ્થ તપાસની માંગણી થઇ અને તમામની આવક અને તેની સંપતિની તપાસ કરવામાં આવે તો કદાચ કંઇ નવુ બહાર આવે તેવી શક્યતાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે ઉપરાંત ,ફોન કોલ્સ, તેમજ આક્ષેપો મુજબ ફોન લોકેશન, સીસીટીવી સહિતના મુદે તપાસ થવી જોઇએ અને જો આક્ષેપો સાચા હોય તો આકરા પગાલા લેવાય અને જો તેમા તપાસ માંથી કઇ તારણ ન આવે અને આક્ષેપો પાયા વિનાના નિકળે તો ધારાસભ્ય સામે કેસ થવો જોઇએની સોશીયલ મિડીયામાં કોમેન્ટો આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here