રાજકોટમાં તાપમાનમાં વધધટને પગલે વાઇરલ રોગચાળાથી પરેશાન શહેરીજનો

રાજકોટમાં તાપમાનમાં વધધટને પગલે વાઇરલ રોગચાળાથી પરેશાન શહેરીજનો
રાજકોટમાં તાપમાનમાં વધધટને પગલે વાઇરલ રોગચાળાથી પરેશાન શહેરીજનો

એક સપ્તાહમાં શરદી-ઉધરસના 403, તાવના 289, ઝાડા-ઉલ્ટીના 44 કેસ નોંધાયા: ડેન્ગ્યુ અને મેલેરીયામાં એક પણ કેસ ન નોંધાતા આરોગ્ય તંત્રને થોડી રાહત
શહેરભરમાં ફોગીંગ અને પોળા નાશક કામગીરી આગળ ધપાવતું મનપા તંત્ર

રાજકોટમાં તાપમાનની વઘઘટ અને શરદી-ગરમીની મીશ્ર ઋતુના અનુભવને કારણે લોક વાઇરલ બિમારીઓનો શિકાર બનીને પરેશાન થઇ ઉઠયા છે. ઠેરઠેર દર્દીઓથી ખાનગી અને સરકારી દવાખાના ઉભરાઇ રહયા છે. મનપાના આરોગ્ય શાખા અને મેલેરીયા વિભાગની યાદી અનુસાર ગત એક સપ્તાહમાં શરદી-ઉધરસના 403 કેસ, સામાન્ય તાવના 289 કેસ અને ઝાડા-ઉલટીના 44 જેટલા કેસો સરકારી હોસ્પિટલના ચોપડે નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે સદ નસીબે ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનીયાનો એકપણ કેસ સરકારી ચોપડે નોંધાયો નથી.શહેરમાં રોગચાળો વધતો અટકાવવા માટે મનપાના તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. રોગચાળો બેકાબુ ન બને એ માટે આરોગ્ય શાખાએ ગયા અઠવાડીએ શહેરના 7922 ઘરોમાં પોળા નાશક કામગીરી કરી હતી અને 862 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.

શહેરના અમૃત પાર્ક, રેલનગર, જિલ્લા ગાર્ડન, સ્લમ કવાર્ટર, સોરઠીયા પ્લોટ, બેડીપરા, સગર શેરી નદી કાંઠો, ધાંચી વાડનો નદી કાઠો તથા નવયુગ પરા અને રામનાથપરાના નદી કાઠા વગેરે વિસ્તારોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. તદ ઉપરાંત રહેણાંક મકાનો, દુકાનો, એપાર્ટમેન્ટ, ઓદ્યોગીક એકમો તથા આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુ રોગ અટકાવવા મચ્છરોના ઉત્પતી સ્થાન અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

મચ્છર ઉત્પતી બદલ કુલ 295 આસામીઓને નોટીશ આપવામાં આવી હતી અને વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો. રોગચાળાથી બચવા માટે ઘરમાં ચોખ્ખા પાણીના વાસણો ઢાંકીને રાખવા અને ઘરની અંદર તથા આંગણામાં ગંદકી થવા ન દેવા મનપા તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here