પક્ષમાં સતત સક્રિય હોય, લોકો સાથે સંપર્કમાં રહેતા કાર્યકરોને જ ટિકિટ આપો

પક્ષમાં સતત સક્રિય હોય, લોકો સાથે સંપર્કમાં રહેતા કાર્યકરોને જ ટિકિટ આપો
પક્ષમાં સતત સક્રિય હોય, લોકો સાથે સંપર્કમાં રહેતા કાર્યકરોને જ ટિકિટ આપો

રાજયભરમાંથી કોંગ્રેસના કાર્યકરોનો એક જ સુર
પક્ષના નવા હોદ્ેદારો ‘ભાદરવાના ભીંડા’ સમાન નેતાઓને કોઠું આપવાના મીજાજમાં દેખાતા નથી: ભારે ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ હવે ધીમેધીમે ગાજવા લાગ્યા છે અને ચૂંટણીઓ જેમજેમ નજીક આવી રહી છે તેમ-તેમ કોંગ્રેસના કેટલાક મૌસમી કહેવાતા નેતાઓને અકળ કારણોસર ફરીથી પક્ષની યાદ સતાવવા લાગી છે અને એમને લોકો પણ યાદ આવ્યા છે. ભૂતકાળમાં અનેક વખત કોંગ્રેસને દરેક સ્તરની ચૂંટણીઓમાં આવા કેટલાક મૌસમી નેતાઓને કારણે બેઠકોનું નુકસાન સહન કરવું પડયું છે તેવી કાર્યકર્તાઓની રજુઆતને ધ્યાનમાં લઇને કડવા અનુભવમાંથી નવી નેતાગીરી પદાર્થ પાઠ લઇ રહી હોય એવા સંકેતો સ્પષ્ટ પણે કોંગ્રેસમાંથી મળી રહયા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ હોય કે અન્ય મહાનગર કોંગ્રેસ પક્ષ માટે આવા ભાદરવાના ભીંડા સમાન નેતાઓ કિંમતી જણશ બનવાને બદલે બોજો બનીને રહી ગયા છે. એવા અનુભવોનું પુનરાવર્તન ન થાય એ માટે કોંગ્રેસની ધુરા સંભાળનારા નેતાઓ આ વખતે ખુબ જ સચેત બની ગયા છે. રાજયભરમાંથી પક્ષની કેડરમાંથી પણ એમને એવા ઢગલાબંધ સુચનો મળ્યા છે. જે કેટલાક મૌસમી નેતાઓથી ખબરદાર રહેવા મોવડીઓને આગ્રહ ભર્યો અનુરોધ કરતા દેખાયા છે. મોટા ભાગના કાર્યકરો એવું માને છે કે, વિધાન સભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને સશકત લડાયક યુનિટ તરીકે મેદાનમાં ઉતરવું હોય તો છાપેલ કાટલા જેવા નામોથી પોતાની જાતને દુર કરવી પડશે.

પક્ષના બહુમતી કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસ મોવડીઓને સુચવ્યું છે કે, જે કાર્યકરો અને નેતાઓ પક્ષમાં સતત સક્રિય રહયા હોય અને લોકો સાથે જીવંત સંપર્ક જાળવી રાખ્યો હોય, પક્ષના દરેક કાર્યક્રમો, આંદોલનો, લોક પ્રશ્ર્નો વિશેની રજૂઆતો સમયે જેમણે સતત હાજરી આપી હોય એવા નિષ્ઠાશીલ કાર્યકરોને જ ટિકિટ માટે પસંદ કરવા જોઇએ. ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પરફોમન્સ ઉપરાંત વફાદારી અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને જ હાથ ધરવી જોઇએ. અગાઉ ચૂંક થઇ જ હશે એ કારણે પક્ષને દરેક સ્તરની ચૂંટણીઓમાં નુકસાન સહન કરવું પડયું છે.

પણ નિષ્ફળતાનું પુનરાવર્તન થતું અટકાવવું હોય તો નવા વિચારોની સાથે સાથે નવા ચહેરાને અને ખાસ કરીને ઉત્સાહી, કાર્યશીલ અને નિષ્ઠાશીલ ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે એ જરૂરી જ નહીં બલકે અનિવાર્ય લાગે છે. લોકોની વેદનાઓને વાચા આપવાના જે કાર્યકરોએ સૌથી વધુ પ્રયાસો કર્યા હોય અને લોક આંદોલનોનું નૈતૃત્વ કર્યુ હોય તથા ભાગ લીધો હોય એ તમામને જો તક આપવામાં આવે તો લોકોને પણ એમની પસંદગીનો આનંદ રહેશે અને આવકાર્ય બનશે.

પરંતુ કેટલાક મૌસમી નેતાઓ આ દિશામાં કોંગ્રેસના કર્યા પર પાણી ફેરવી શકે છે. જેઓ પાંચ વર્ષ સુધી એટલે કે એક ચૂંટણીથી બીજી ચૂંટણી વચ્ચેના ગાળામાં રાજકારણના મેદાનમાંથી કામ ચલાઉ ધોરણે હટી જઇ “સ્વ-કારણમાં રચ્યા-પચ્યા રહયા હોય તેઓ કોંગ્રેસનું ભલુ કરવાને બદલે નુકસાન કરશે એવું પક્ષના મોટા ભાગના કાર્યકરોનું માનવું છે.
કોંગ્રેસની ધુરા સંભાળનાર નવા પ્રમુખ જગદીશ ઠાકોર પણ કાર્યકરોની લાગણી અને સુચનો સાથે સુર પુરાવતા હોય એવા સંકેતો મળી રહયા છે.

તેઓ પક્ષને સક્ષમ અને સંગઠીત જોવા માંગે છે એટલુ જ નહીં ચૂંટણી યુધ્ધમાં પરાજીત થયા છતાં પક્ષથી મોઢું ફેરવી બેસી જવાને બદલે મેદાનમાં અડગ રહી લોકો સાથે જીવંત સંપર્ક સાધી પક્ષ સાથે દરેક પળે જોડાયેલા રહયા હોય એવા કાર્યકર ગણની પસંદગી ટિકિટોની ફાળવણી વખતે અગ્રતાના ધોરણે કરવામાં આવશે એ નિશ્ર્ચિત માનવામાં આવે છે.કેટલાક કાર્યકરો અચાનક ચૂંટણી સમયે દોડવા લાગતા પક્ષના કેટલાક નેતાગણ એ વિશે કટાક્ષમાં એવું કહે છે કે, આ નેતાઓનું ઉપલકિયું વ્હાલ પક્ષને ફાયદો કરવાને બદલે નુકસાન વધુ કરે તેમ છે.

ડાયાબીટીસના દર્દીને મઘમીઠા બિસ્કીટ ખવડાવો તો કેવી હાલત થાય એવું કટાક્ષમાં બોલીને આ વર્ગ એવું કહી રહયો છે કે, પક્ષના કેટલાક મૌસમી નેતાઓની ચૂંટણી લક્ષી વહાલપ કોંગ્રેસના આરોગ્યને ખરાબ કરી શકે છે. તેઓ ચોખ્ખુ કહે છે કે, કોંગ્રેસના વહાણમાં ચૂંટણી સમયે અચાનક આવી ચડી નાવીક બનવાની કોશીશ કરનારા આવા કેટલાક નેતાઓ કોંગ્રેસની નાવડીને પાર ઉતારવાને બદલે મધદરીયે ડુબાવી દઇ શકે છે. એ સચ્ચાઇથી કોંગ્રેસના મોવડિઓએ અવગત થવું પડશે અને અત્યારથી સાવધ થઇ જવું પડશે. ટુંકમાં કહીએ તો કોંગ્રેસમાં રાજકોટથી ગાંધીનગર સુધી ખુણેખુણે કાર્યકરોમાંથી એક જ અવાજ ઉઠી રહયો છે

Read About Weather here

કે, પક્ષમાં કપરા સંજોગોમાં પણ સક્રિય રહેલા અને લોકો સાથે જીવંત નાતો જાળવી રહેલા કાર્યકરો અને નેતાઓને જ ટીકિટ મેળવવાનો હક અને અધિકાર છે. કોંગ્રેસ સૌથી જૂનો રાષ્ટ્રવ્યાપી પક્ષ છે. એ કોઇ પ્રાદેશીક પક્ષ નથી એટલે લોકોને પણ તેના પ્રતિ ધણીબધી અપેક્ષા હોય એટલે ઉમેદવારોની પસંદગી લોક અપેક્ષા મુજબ રાખવી જોઇએ. નહીંતર કોઇપણ કાળે સારૂ પરિણામ લાવી શકાશે નહીં. તેવી વાત કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ સમક્ષ મનની વાત કહી દીધી હોવાની ચર્ચાઓ થઇ રહી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here