લક્ષ્મીનગર ઝુંપડપટ્ટી હટાવવાની ગતિવિધિ સામે કોંગ્રેસનો વિરોધ

લક્ષ્મીનગર ઝુંપડપટ્ટી હટાવવાની ગતિવિધિ સામે કોંગ્રેસનો વિરોધ
લક્ષ્મીનગર ઝુંપડપટ્ટી હટાવવાની ગતિવિધિ સામે કોંગ્રેસનો વિરોધ

વૈકલ્પિક રહેઠાણની સુવિધા આપવાની પૂર્વ કલેકટરની બાહેંધરીનું પાલન કરવા માંગ
કોંગી અગ્રણીઓ અશોક ડાંગર, પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપૂત, ભાનુબેન સોરાણી દ્વારા કલેકટરને આવેદનપત્ર, ગરીબો માટે આંદોલન છેડવા ચિમકી
ફેબ્રુઆરીના અંત સુધીમાં ઝુંપડપટ્ટી ખાલી કરાવાની નોટિસ અપાઈ: ત્રણ પેઢીથી વસવાટ કરતા ગરીબ પરિવારોને વૈકલ્પિક રહેઠાણની સુવિધા પૂરી પાડવા રજૂઆત

રાજકોટ શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત થયેલ અન્ડરબ્રીજની બાજુમાં આશરે 50થી વધુ વર્ષોથી ત્રણ પેઢીથી વસવાટ ધરાવતી લોક વસાહત (ઝુંપડપટ્ટી) ના અંદાજે 300 થી વધુ કુટુંબોને વિસ્થાપિત થતા બચાવવા અને તેઓને વૈકલ્પિક રહેઠાણની સુવિધા પૂરી પાડવા કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ છે. કોંગી આગેવાનોએ જણાવ્યું છે કે, તા.15/2/2020માં રેલ્વે વિભાગ દ્વારા અપાયેલ નોટીસો અન્વયે તત્કાલીન કલેકટરને રજૂઆત કરતા તેઓએ વિસ્થાપન અટકાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાહેંધરી આપી હતી. પરંતુ, તા.19/01/2022ના રોજ ફરી એકવાર ફ્રેબ્રુઆરીના અંત સુધીમાં ઝુંપડપટ્ટી ખાલી કરવાની નોટીસો અપાયેલ છે. યુદ્ધના ધોરણે આ સમસ્યાનો નિકાલ લાવવા પુન: રજૂઆત કરીએ છીએ.

Visit Saurashtra Kranti Homepage here

કલ્યાણ રાજ્યની બંધારણીય વિભાવના મુજબ સરકાર દ્વારા અનેક પ્રકારની આવાસયોજનાઓ તથા વૈકલ્પિક રહેઠાણની યોજનાઓ કાર્યરત છે ત્યારે દસકાઓથી વસવાટ કરતા નાગરીકોને સુવિધાપૂર્ણ રહેઠાણ આપવાની પણ સરકારની નૈતિક જવાબદારી છે અને આ નીતિને અનુરૂપ છે છેલ્લા બે દસકામાં ઝુપડપટ્ટી નાબુદી અભિયાન અંતર્ગત જુદા-જુદા અનેક વિસ્તારોમાં લાંબા સમયથી રહેતા નાગરિકોને તબક્કાવાર જુદી-જુદી યોજનાઓ અંતર્ગત સંમતીથી વિસ્થાપિત કરી સુવિધાજનક વિકલ્પો આપવામાં આવેલ છે ત્યારે આ વસાહતના નાગરીકો ન્યાય મેળવવા માટે સૌથી વધુ હક્કદાર છે.

સમયાન્તરે વારંવાર આ અંગે જુદાજુદા પ્રતિનિધિઓ મારફત જુદા-જુદા સ્તરના તત્કાલીન સક્ષમ અધિકારીઓને રજૂઆત થયેલ છે તેમજ તેમના તરફથી સહાનુભૂતિપૂર્વકનો અભિગમ દાખવી હકારાત્મક ઉકેલ લાવવાની હૈયા ધારણ તથા ખાતરીઓ પણ મળેલ છે. આપશ્રીના પુરોગામી કલેકટર દ્વારા પણ આશરે બે વર્ષ પહેલા અમારી રજૂઆત અન્વયે સામેલ પ્રતિનિધિ મંડળને મહાનગરપાલિકા/રેલ્વે તથા રહેવાસીઓ સાથે જરૂરી સર્વે તથા સંકલન કરી ત્વરિત પ્રશ્ર્નનો ઉકેલ લાવવા હૈયા ધારણ અપાયેલ હતી પરંતુ, ત્યારબાદ કોરોના વૈશ્ર્વિક મહામારીની આપાતકાલીન પ્રાથમિકતાના કારણે નિરાકરણ શક્ય બનેલ નહોતું અને હાલમાં પણ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહેલ છે ત્યારે વૈકલ્પિક સુવિધા આપ્યા વગર સ્થળાંતર કરવું તે માનવીયતાની વિરુદ્ધ છે.

Read About Weather here

રાજકોટ જિલ્લા કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં અંતમાં જણાવ્યું છે કે, કુદરતી ન્યાયના હિતમાં અંગત રસ લઇ જરૂરી તમામ અધિકૃત ચકાસણી તથા સંદર્ભિત વિભાગો સાથે સંકલન કરી સત્વરે યુદ્ધના ધોરણે વૈકલ્પિક રહેઠાણની ફાળવણી તથા ત્યાં સુધી તમામ વિસ્થાપન અટકાવવા નમ્ર અરજ છે. અન્યથા નાછૂટકે આ ગરીબ પરિવારો માટે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેવી અશોકભાઈ ડાંગર (પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ),પ્રદીપભાઈ ત્રિવેદી (કાર્યકારી પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ), ભાનુબેન સોરાણી (વિરોધ પક્ષના નેતા, રાજકોટ મહાનગર પાલિકા), મહેશભાઈ રાજપૂત (પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ) એ ચીમકી ઉચ્ચારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here