નોન-ક્રીમિલેયર સર્ટી. માટે યુવાનોની લાંબી લાઈન: પૈસા લઇ વહેલો વારો લેવાતો હોવાનો ખુલ્લો આક્ષેપ

નોન-ક્રીમિલેયર સર્ટી. માટે યુવાનોની લાંબી લાઈન: પૈસા લઇ વહેલો વારો લેવાતો હોવાનો ખુલ્લો આક્ષેપ
નોન-ક્રીમિલેયર સર્ટી. માટે યુવાનોની લાંબી લાઈન: પૈસા લઇ વહેલો વારો લેવાતો હોવાનો ખુલ્લો આક્ષેપ

તંત્રની વ્યવસ્થાના અભાવે લોકો હેરાન-પરેશાન: વિદ્યાર્થીઓની વહેલી સવારથી લાંબી લાઇનો
સરકારે વર્ગ 3ની તલાટી કમ મંત્રીની જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત કરતા બહુમાળી ભવન ખાતે નોકરી વાંચ્છુક યુવાનો નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા ઉમટ્યા

રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમિલેયર સર્ટિફિકેટ મેળવવા યુવાનોની લાંબી લાઈન લાગી છે. દૈનિક 300 થી વધુ યુવાનો લાઈનમાં ઉભા રહે છે છતાં પણ તેમને સર્ટિફિકેટ મળતું ન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સરકારે વર્ગ 3ની તલાટી કમ મંત્રીની જગ્યા માટે સીધી ભરતીની જાહેરાત કરતા અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ જોડવું આવશ્યક હોય છે. જેથી તે સર્ટિ. કઢાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી છે. રાજકોટમાં બહુમાળી ભવન ખાતે સવારે 11 વાગ્યે સર્ટિ. કાઢવા માટેની પ્રક્રિયા શરૂ થાય છે, જો કે, લોકો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી જાય છે, પરંતુ તંત્રની વ્યવસ્થાના અભાવે લોકો હેરાન-પરેશાન થઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતુ કે, અહી એજન્ટોનું રાજ ચાલી રહ્યું છે. એફીડેવીટ કઢાવવા માટે એજન્ટો 350થી 500 રૂ સુધીનો ચાર્જ લેવામાં આવે છે. દરરોજ 300 થી 500 અરજદારો આવે છે અને તેને એજન્ટો દ્રારા ખંખેરી લેવામાં આવે છે.અહીંયા લાંબી લાઇનો હોવાથી ટોકન આપવામાં આવે છે અને આ ટોકનમાં પણ રમત રમાતી હોવાની રાવ ઉઠી છે.

છળના વારાનું ટોકન હોવા છતા પણ બહુમાળી ભવનમાં પહેલી બારી પાસે બેઠેલ ખાનગી કોન્ટ્રાકટર 200 જેટલા રૂપીયા લઇને વહેલો વારો લેવડાવી લે છે. બધા જાણતા હોવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથીં. તો પ્રશ્ર્રન એ થાય કે શું આ મામલે ઉપરી અધીકારી ને કંઇ ખબર નથી કે ખબર હોવા છતા પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.??
આ અંગે અધીકારી એવુ જણાવે છે કે, દરરોજ 150થી 200 જેટલા અરજદારોને સર્ટિ. કાઢી આપવામાં આવે છે.

Read About Weather here

પરંતુ તેની સામે લોકોની કતાર સતત વધતી હોવાથી 150 જેટલા લોકોને ટોકન આપવામાં આવે છે. સર્ટિ. કાઢવા માટે એજન્સીના બે કર્મચારી ઓપરેટર ફરજ પર છે. લોકોની લાંબી કતારને ધ્યાને રાખી સમાજ કલ્યાણ વિભાગના અન્ય 4 કર્મચારીને કામગીરી માટે રાખવામાં આવ્યા છે. જેથી વધુ એક કર્મચારીની ફાળવણી કરવા માટે એજન્સીને પત્ર લખવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here