IAS પત્નીએ IAS પતિ વિરૂદ્ઘ કેસ નોંધાવ્યો

પોલીસ સ્ટેશન માજ ફેરા લેવાની વરરાજાની જીદ
પોલીસ સ્ટેશન માજ ફેરા લેવાની વરરાજાની જીદ
લખનઉ પોલીસની સામે એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. રિટાયરમેન્ટની નજીક પહોંચેલી આઇપીએસ પત્નીએ પોતાના રિટાયર્ડ થઈ ચૂકેલા પતિ પર દહેજ ઉત્પીડન, દગાખોરીનો કેસ દાખલ કર્યો છે. ૩૨ વર્ષ પહેલા હનીમૂનથી શરૂ થયેલા પતિ-પત્ની વચ્ચેનો વિવાદ હવે પોલીસ સામે પહોંચ્યો છે. લખનઉમાં એક IAS પત્નીએ લગ્નના અનેક વર્ષો પછી પોતાના જ રિટાયર થઈ ચૂકેલા IAS પતિ વિરુદ્ઘ કેસ નોંધાવ્યો છે. આરોપ છે કે પતિએ દહેજ માટે હેરાન કર્યો હતો. એ પણ આરોપ છે કે પત્નીના નામ પર રજિસ્ટર્ડ પ્રોપર્ટીમાં પતિએ પોતાને માલિક બનાવડાવી દીધા હતા.લખનઉના ગોમતી નગર થાણામાં મહિલા આઇએએસે પોતાના રિટાયર આઇએએસ પતિ વિરુદ્ઘ મુકદમો દાખલ કરાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસન સામે કરવામાં આવેલા આરોપમાં તેમણે કહ્યું છે કે તેનો પતિ લગ્ન પછીથી જ તેને મારતો હતો.૫ મે ૧૯૯૦માં થયેલા લગ્ન બાદ હનીમૂન દરમિયાન પતિના શારીરિક રીતે સ્વસ્થ ન હોવાની માહિતી મળી, જેના પછી પતિએ માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરવાનું શરૂ કર્યું.પોલીસ સામે કરેલી ફરિયાદમાં મહિલા આઇએએસએ આરોપ મૂકયો છે કે ૨૦૦૪થી તેમના પતિ તેમની સંપૂર્ણ સેલરી પોતે લઈ લે છે અને ખર્ચ માટે માત્ર ૬૦૦૦ રૂપિયા મહિને આપી રહ્યા છે.

૨૦૧૫માં પત્નીના સેલરી અકાઉન્ટમાં હેરાફેરી કરી પોતાનું નામ જોડાવી લીધું અને પછી તે અકાઉન્ટમાં ડુપ્લીકેટ ઇમેલ આઇડી જોડાવી તેની લેવડદેવડ પોતાની પાસે મગાવવા લાગ્યા જેથી ખાતામાંથી કઢાવવામાં આવતી રકમની માહિતી મને ન મળી શકે.એટલું જ નહીં પીડિતાની પોતાની કમાણીથી ખરીદેલી ત્રણ પ્રોપર્ટીમાં પણ હેરફેર કરી પોતાનું નામ જોડાવી દીધું અને પોતે તે પ્રોપર્ટીના માલિક બની ગયા છે. કોરોના કાળ દરમિયાન પત્નીને બ્લેક ફંગસ થયું તો તેનો રિપોર્ટ સંતાડીને ખોટી દવા આપવામાં આવી.

Read About Weather here

કોરોના કાળ દરમિયાન પતિએ પત્નીના ખાતામાંતી તેને જણાવ્યા વગર ૧૯.૫ લાખ રૂપિયા કાઢી લીધા. જેમાંથી ૧૩.૧૦ લાખ શેર માર્કેટમાં લગાડ્યા અને ૬.૪૦ લાખ મ્યૂચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી દીધા.જો કે, પરિવારના મોટા વડીલોના હસ્તક્ષેપ બાદ પતિએ આ રકમ પત્નીને પાછી સોંપી દીધી. હાલ મહિલા આઇએએસ તરફથી નોંધાવવામાં આવેલી પોતાના રિટાયર આઇએએસ પતિ વિરુદ્ઘની ફરિયાદ પર પોલીસે કેસ દાખલ કર્યો છે અને તપાસ આદરી છે. પોલીસ સામે કરેલી ફરિયાદમાં મહિલાએ આઇએએસે રિકવેસ્ટ કરી છે કે પોલીસ તેમના બેન્ક લોન અને પેપર, પતિનું નામ સંપત્ત્િ।માંથી હટાવીને સંપત્ત્િ।ના દસ્તાવેજ અપાવે અને પતિ બાલા પ્રસાદ અવસ્થી વિરુદ્ઘ યોગ્ય ધારાઓમાં કાર્યવાહી કરે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here