AMCનું અંદાજપત્ર LIVE

AMCનું અંદાજપત્ર LIVE
AMCનું અંદાજપત્ર LIVE
મ્યુનિસિપલ કમિશનરે રૂ. 8111 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં અમદાવાદીઓ પર કોઈપણ જાતના વેરાનો વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો-કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યું હતું.એ જોતાં આ બજેટ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાલુ વર્ષે સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદુષણમુક્ત બજેટ મૂકવામાં આવ્યું છે. ભાજપશાસિત સ્ટેન્ડિંગ કમિટી સુધારા-વધારા કરી અંદાજિત 10 ટકાનો વધારો કરી રૂ. 8500 કરોડની આસપાસનું બજેટ મંજૂર કરશે. આજે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ નાદુરસ્ત તબિયતને કારણે ઘરેથી ઓનલાઈન જોડાયા હતા. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના અન્ય સભ્યો અને પદાધિકારીઓ બજેટ બેઠકમાં હાજર રહ્યા હતા.સામાન્ય વેરામાં કોઈજ વધારો નહિ

વોટરવેરામાં પણ કોઈ જ વધારો નહિ વાહનવેરામાં પણ કોઈ જ વધારો નહિ હેલ્થ અને હોસ્પિટલ માટે આ વર્ષે 128 રૂ કરોડ ફાળવવામાં આવશે વોટર પ્રોજેકટ માટે 375.85 કરોડની જોગવાઈ. નવાં ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરો અને પાણીની ઓવરહેડ ટાંકીઓ બનાવાશે નારણપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટે 590 કરોડની જોગવાઈ 100 નવી AC બસો ખરીદવાની જોગવાઈ નવા 100 રૂટ માટે 600 નવી ઇ-રિક્ષા કનેક્ટિવિટી માટે રાખવામાં આવશે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 90 રૂ કરોડ જોગવાઈ BRTS માટે 100 કરોડની જોગવાઈ AMTS માટે 390 કરોડની જોગવાઈ સ્માર્ટસિટી માટે 53 કરોડની જોગવાઈ  3 નવી ફાયરચોકી પણ બનશે શીલજ, ચાંદલોડિયા અને વાસણા નવી ફાયરચોકી બનશે શહેરમાં ઝોનદીઠ એક,

Read About Weather here

એમ કુલ 7 સ્માર્ટ સ્કૂલ બનાવાશે ખાડિયા,મણિનગર અને ઓઢવમાં સ્માર્ટ સ્કૂલના કામ પ્રગતિમાં શીલજ,બોપલ,ઘુમામાં મોર્ડન તથા ઇ મોર્ડન સ્કૂલો બનાવાશે થલતેજ અને અસરવામાં આદર્શ સ્કૂલો બનાવાશે ઝોન દીઠ પાંચ એમ કુલ 35 સ્માર્ટ આંગણવાડી શહેરમાં 10 નવા અર્બન ફોરેસ્ટ બનશે નવા બગીચા-14 અને હયાત-07 બગીચાનું નવિનીકરણ​​​​​​, 205 કિ.મી.ના નવા રોડ બનાવવાનું આયોજન સરસપુર-રખિયાલ વોર્ડમાં રથયાત્રા બ્યુટીફીકેશન નવા  ફલાયઓવર બ્રિજ અને રેલવેના 3 અડરબ્રિજની જોગવાઈ 21 કરોડના ખર્ચે 5 કોમ્યુનિટી હોલ,ઓડિટોરિયમ બનાવવાની જોગવાઈ ત્રણ નવાં ફાયર સ્ટેશન માટે 75 કરોડની જોગવાઈ ગોતા લાંભા, રામોલ માં ફાયર સ્ટેશન બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here