ગેરકાયદેસર કોલસાના ખનન દરમિયાન મોટી દુર્ઘટનાઃ 11નાં મોત

ગેરકાયદેસર કોલસાના ખનન દરમિયાન મોટી દુર્ઘટનાઃ 11નાં મોત
ગેરકાયદેસર કોલસાના ખનન દરમિયાન મોટી દુર્ઘટનાઃ 11નાં મોત
પ્રાપ્ત જાણકારી મુજબ, મંગળવારે સાંજે ઈસીએલની ગોપીનાથપુરમાં ખાણમાંથી પાંચ લોકોનાં મૃતદેહ મળ્યા હતા. ઝારખંડના ધનબાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ગેરકાયદેસર કોલસાના ખનન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા ૧૧ લોકોનાં મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટના નિરસા ઈસીએલ મુગમા વિસ્તારમાં કોલસાના ખનન દરમિયાન થઈ હતી. એવા રિપોર્ટ છે કે, ૨૦ ફૂટ ઉપરથી એક કટમાળ ધ્વસ્ત થતા એક ડઝનથી પણ વધુ લોકો તેની દટાયા હતા. એ પછી ઘટનાની જાણ થતા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રેસ્કયૂ ઓપરેશનમાં અત્યારસુધીમાં ૧૨ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી ચાર મૃતદેહને કાટમાળ નીચેથી કાઢવામાં આવ્યા હતા. જયારે એક મૃતદેહને કોલસાનું ખનન કરી રહેલાં સાથીઓ લઈને ભાગી ગયા હતા. કાપસારા આઉટસોર્સિંગ પાસેથી ત્રણ મૃતદેહ અને બીસીસીએલની બંદ પડેલી દહીબાડી સી પેચથી ત્રણ મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ રેસ્કયૂ ઓપેરશન ચાલી રહ્યું છે.

એવી આશંકા છે કે હજુ પણ કાટમાળ નીચે કેટલાંક લોકો દટાયેલા હોઈ શકે છે. આ દુર્ઘટના પછી આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. પોલીસ અને ઈસીએલ મેનેજમેન્ટનું કહેવું છે કે, આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય કેટલાંય લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. આ આઉટસોર્સિંગથી લાવવામાં આવેલા મજૂરોમાં પુરૂષો, મહિલા અને બાળકો પણ છે, એવું સ્થાનિકોનું કહેવું છે.

Read About Weather here

હજુ સુધી એ પણ જાણી શકાયુ નથી કે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે કેટલા લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે, રોજની જેમ આજે પણ આ મજૂરો અહીં કોલસાના ખનન માટે આઉટસોર્સિંગ દ્વારા આવ્યા હતા. ઘટનાના પગલે ધનબાદની નિરસા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જેસીબી દ્વારા કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here